Rain Alert: ગુજરાત સહિત 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, આ જિલ્લાઓને મેઘો બરાબર ઘમરોળશે, ધ્યાન રાખજો

Rainfall Prediction: હાલ દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર છે. આજે પણ દિલ્હી સહિત અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. વરસાદના કહેરની તસવીરો પણ સામે આવી રહી છે. ક્યાંક આખે આખા ટ્રક ડૂબી ગયા તો ક્યાંક નદીના પ્રવાહમાં લોકોના જીવ અટકી ગયા. વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. દેશના અનેક રાજ્યોમાં હાલ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે.

Rain Alert: ગુજરાત સહિત 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, આ જિલ્લાઓને મેઘો બરાબર ઘમરોળશે, ધ્યાન રાખજો

Rainfall Prediction: હાલ દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર છે. આજે પણ દિલ્હી સહિત અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. વરસાદના કહેરની તસવીરો પણ સામે આવી રહી છે. ક્યાંક આખે આખા ટ્રક ડૂબી ગયા તો ક્યાંક નદીના પ્રવાહમાં લોકોના જીવ અટકી ગયા. વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. દેશના અનેક રાજ્યોમાં હાલ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. હિમાચલથી લઈને કર્ણાટક સુધી વરસાદનું એલર્ટ જાહેર છે. અનેક ઠેકાણે તો આગાહી મુજબ વરસાદ મન મૂકીને વરસી પણ રહ્યો છે. 

શું છે ગુજરાતની સ્થિતિ
ગુજરાતમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા 6 જુલાઈના ગુરુવારના રોજ જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત 7 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી, દમણ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, તાપી, ડાંગ માં યેલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે. 

હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. અત્યંત ભારે થી પણ વધુ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ, દમણમાં યેલો એલર્ટ અપાયું છે. 

અંબાલાલની આગાહી શું કહે છે?
અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર આવી શકે છે. આગામી 7 જુલાઈથી 12 જુલાઈ વરસાદની દ્રષ્ટ્રીએ ગુજરાત પર ભારે રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને પગલે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત પર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પુર આવવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. 7 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે બંગાળનું ઉપસાગર અને અરબસાગરના ભેજના કારણે ભારે વરસાદની સંભાવના છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં ભારેથી અતિભારે વરસાદને પગલે સમગ્ર ગુજરાતમાં એની અસર જોવા મળશે.

કયા જિલ્લામાં વિનાશ વેરી શકે છે વરસાદ?
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુંકે, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ભારે વરસાદને પગલે ગુજરાતમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તેથી આ વિસ્તારોમાં પુરનું જોખમ સૌથી વધારે રહેશે. પુરના કારણે આ જિલ્લાઓમાં ભારે નુકસાની પણ થઈ શકે છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યુંકે, સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થશે. મહેસાણા, કડી, બેચરાજી, વિસનગર, સિદ્ધપુર, પાલનપુર, ડીસા અને થરાદમાં પણ ભારે વરસાદથી અતિભારે વરસાદની સંભાવના છે. 7 થી 12 જુલાઈ વચ્ચે મહેસાણામાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદની જયારે બનાસકાંઠામાં 8 ઇંચ વરસાદની સંભાવના છે. 

વધુમાં આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુંકે, રાજ્યના સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સાબરમતી નદી બે કાંઠે વહેશે. વડોદરા, આણંદ, તારાપુર, પેટલાદ, સાવલી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, છોટા ઉદેપુર,  દાહોદમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ પૂરની શક્યતા છે. મધ્યપ્રદેશના ભારેથી અતીભારે વરસાદ થતા નર્મદા બે કાંઠે થઇ શકે છે. તાપીમાં નદીઓનું જળસ્તર વધશે. આ વરસાદનું વહન દરિયાકિનારે વહેણ આવી પહોંચતા દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. વરસાદ ગજવીજ અને વીજ પ્રાપાત થશે. હવામાન વિભાગના આદેશ મુજબ સચેત રહેવું યોગ્ય રહેશે.

યુપીમાં પણ જોવા મળ્યો કહેર
યુપીના શાહજપાંપુરમાં નદીના કિનારેથી પસાર થઈ રહેલો એક ટ્રક અચાનક ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયો. જોત જોતામાં તો અડધા કરતા વધુ ટ્ર પાણીમાં ડૂબી ગયો. ડૂબતા ટ્રકને જોવા માટે ભીડ પણ ઉમટી. લોકો જોઈ રહ્યા હતા અને ટ્રેક ડૂબી રહ્યો હતો. ત્યારબાદ કેટલાક લોકોએ હિંમત કરી અને દોરડાના સહારે ટ્રક સુધી પહોંચવાની કોશિશ કરાઈ. 

યુપીનું પડોશી રાજ્ય ઉત્તરાખંડ પણ વરસાદ સામે ઝઝૂમી રહ્યું છે. અહીં ઋષિકેશ ફરવા માટે આવેલા કેટલાક યુવકોની ગાડી નદીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી કાર સવાર યુવકોને બચાવવામાં આવ્યા. બીજી બાજુ ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં નદીના પ્રવાહમાં ફસાયેલા મજૂરોને SDRF ની ટીમે બચાવ્યા. 

હિમાચલના પણ હાલ બેહાલ
હિમાચલ પ્રદેશમાં પણ વરસાદના હાલ બેહાલ છે. શિમલામાં જો કે વરસાદની તસવીરો જેટલી સુંદર દેખાય છે તેટલી જ ખતરનાક પણ છે. ઉનામાં પાણીના વહેણમાં એક કાર ફસાઈ ગઈ હતી. એટલું જ નહીં આ આકાશી આફતથી અનેક ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. 

ઉનાની જેમ મધ્ય પ્રદેશના રતલામમાં પણ પાણીના તેજ પ્રવાહમાં ફસાઈને એક કાર ડૂબવા લાગી હતી. જો કે સમયસર લોકોએ કારમાં સવાર લોકોને બચાવી લીધા હતા. આવા જ કઈક હાલ બિહારના  પણ છે. દરભંગામાં વરસાદ બાદ હોસ્પિટલની અંદર પાણી ભરાઈ ગયું. અહીં બિસ્તર પર સૂતેલા દર્દીઓ પોતાની સારવાર કરાવી રહ્યા હતા અને ડોક્ટરસાહેબ પાણી ભરાયેલાની સ્થિતિમાં પણ દર્દીઓ સુધી પહોંચી રહ્યા હતા. 

મધ્ય અને ઉત્તર ભારતની જેમ જ દક્ષિણ ભારત પણ ચોમાસાના કહેરથી બાકાત નથી. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં વરસાદના કારણે 6 જુલાઈ સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ અપાયો છે. હવામાન ખાતાની આગાહી મુજબ હાલ કેટલાક દિવસો સુધી વરસાદનો આ કહેર ચાલુ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news