વરસાદથી પાણી-પાણી થયું દિલ્હી, ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી, તળાવમાં ફેરવાયું એરપોર્ટ

ભારે વરસાદે દિલ્હીવાસીઓની મુશ્કેલી વધારી દીધી છે. દિલ્હી-એનસીઆર (Delhi-NCR) ના ઘણા વિસ્તારોમાં સવારે ભારે વરસાદ (Heavy Rainfall In Delhi-NCR) ખાબક્યો હતો. ઘણી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયાછે. રસ્તાઓ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે

વરસાદથી પાણી-પાણી થયું દિલ્હી, ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી, તળાવમાં ફેરવાયું એરપોર્ટ

નવી દિલ્હી: ભારે વરસાદે દિલ્હીવાસીઓની મુશ્કેલી વધારી દીધી છે. દિલ્હી-એનસીઆર (Delhi-NCR) ના ઘણા વિસ્તારોમાં સવારે ભારે વરસાદ (Heavy Rainfall In Delhi-NCR) ખાબક્યો હતો. ઘણી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયાછે. રસ્તાઓ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. ડીએનડી ફ્લાયઓવરની પાસે થોડા કલાકના વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. વાદળોને કારણે દિલ્હીમાં અંધકાર છવાઈ ગયો છે. જેના કારણે લોકોને રસ્તા પર ગાડીઓની લાઈટ ચાલુ રાખીને પસાર થવું પડી રહ્યું છે. 

દિલ્હીના ઘણા રસ્તાઓ ડૂબ્યા પાણીમાં
જણાવી દઈએ કે વરસાદના કારણે દિલ્હીના રામલીલા મેદાન વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલા જોવા મળે છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે ટ્રાફિકની ઝડપ પર બ્રેક પણ લગાવવામાં આવી છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદના પાણીમાં ફસાઈ ગઈ બસ
વરસાદના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ સંપૂર્ણપણે ડૂબી ગયા છે. મધુ વિહાર વિસ્તારમાં એક બસ ફસાઈ ગઈ. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ઘણી બસો પણ અધવચ્ચે બંધ થઈ ગઈ છે. જેના કારણે બસમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

IMD કરી ભારે વરસાદની આગાહી
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ વરસાદી પાણી ભરાયા છે. એરપોર્ટ રોડ પણ વરસાદના કારણે ખરાબ હાલતમાં છે. રસ્તાઓ પર માત્ર પાણી જ દેખાય છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદ અને ભારે પવન વચ્ચે દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો થયો છે.

મિન્ટો બ્રિજની આસપાસનો વિસ્તાર ફરી એક વખત પાણી ભરાવાને કારણે ભયજનક સ્થિતિમાં છે. અહીં પાણી ઘૂંટણ સુધી છે. પૂરને કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે. ગાડીઓ ફરતી જોવા મળે છે. પાણી એટલું છે કે રસ્તામાં કેટલાક લોકોની બાઇક અટકી ગઈ.

— ANI (@ANI) September 11, 2021

દિલ્હીના મોનિરકા વિસ્તાર પણ વરસાદને કારણે ખરાબ હાલતમાં છે. અહીં પણ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે ઓફિસ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દિલ્હીમાં સવારથી તૂટક તૂટક વરસાદથી ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી છે.

તમને જણાવી દઈએ કે વરસાદ બાદ દિલ્હીના સુપ્રીમ કોર્ટ રોડ પર ઘણું પાણી જમા થઈ ગયું છે. રસ્તાઓ સંપૂર્ણપણે પાણીથી ભરેલા જોવા મળે છે. પાણી ભરાવાને કારણે રસ્તામાં લોકોના વાહનો પણ બંધ થઈ ગયા છે. ઓટો ડ્રાઈવર સાથે પણ આવું જ થયું. ઓટો ખરાબ થયા બાદ તે ઓટો ખેંચતો જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news