કોરોનાના વધતા જતા કેસ જોતાં સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, 14 હજાર વેન્ટિલેટર રિઝર્વ રાખવાના કર્યા નિર્દેશ

સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) એ દેશભરમાં 14000થી વધુ વેન્ટિલેટર (ventilator) તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. ગત થોડા દિવસોમા6 જે પ્રકારે ઝડપથી કોરોના સંક્રમણ (Coronavirus) ના કેસ વધી રહ્યા છે

કોરોનાના વધતા જતા કેસ જોતાં સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, 14 હજાર વેન્ટિલેટર રિઝર્વ રાખવાના કર્યા નિર્દેશ

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) એ દેશભરમાં 14000થી વધુ વેન્ટિલેટર (ventilator) તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. ગત થોડા દિવસોમા6 જે પ્રકારે ઝડપથી કોરોના સંક્રમણ (Coronavirus) ના કેસ વધી રહ્યા છે તેને જોતાં સ્વાસ્થ્ય મંત્રાલય વ્યાપક રીતે તૈયારી કરી રહ્યું છે. 

દેશભરમાં અલગ-અલગ હોસ્પિટલોમાં વેન્ટિલેટર રિઝર્વ રાખવામાં આવ્યા છે. કોઇપણ સ્થિતિનો સામનો કરવા માટે પુરી તૈયારી કરવામાં આવી રહી છે. નોઇડા બેસ્ડ એક કંપની Agva health care ને 2 એપ્રિલ સુધી 10000 વેન્ટિલેટર તૈયાર કરવાના આદેશ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.  

ગત થોડા દિવસોમાં 5 લાખ n95 માસ્ક દેશભરની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા છે. આ સાથે જ હોસ્પિટલોમાં 12 લાખ n95 માસ્કનો સ્ટોક રાખવામાં આવ્યો છે. દોઢ લાખ બીજા n95 માસ્ક આજે સાંજ સુધી દેશની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news