સમુદ્ર મંથનમાંથી બહાર આવી હતી સુરભી ગાય! ગમે તેવા દર્દીને દોડતો કરી દે છે આ ગાયનું દૂધ અને ઘી
કઈ ગાયનું દૂધ અને એમાંથી બનેલું ઘી સૌથી સારું કહેવાય છે? આ સવાલ દરેકના મનમાં હોય છે. અમિતાભ બચ્ચનથી માંડીને મુકેશ અંબાણી સુધીની મોટી મોટી હસ્તીઓ કઈ ગાયનું દૂધ અને ઘી ખાતા હશે એ પણ સવાલ થાય. ત્યારે અહીં જાણો ગાયના દૂધ અને ઘી વિશે વિગતવાર...
Trending Photos
Punganur Cow: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મકરસંક્રાંતિ અને પોંગલના અવસર પર કેટલીક નાની ગાયોને વ્હાલ કરતા અને ઘાસચારો ખવડાવતા જોવા મળ્યા હતા. મોદીના પશુ પ્રેમ સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વાયરલ ફોટામાં લોકો ખૂબ જ નાની ગાય જોઈ શક્યા હતા. પીએમ મોદી પણ પહેલીવાર આ ગાયોને સંભાળતા જોવા મળ્યા હતા. રાજકીય નિષ્ણાતોના મતે પીએમ મોદી આ ગાયો દ્વારા દક્ષિણ ભારતના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જે ગાયો સાથે પીએમ મોદીનો ફોટો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, તેનું દક્ષિણ ભારતમાં ઘણું મહત્વ છે. આ વસ્તુઓ સિવાય પણ ઘણા લોકો આ ગાય વિશે જાણવા માંગતા હતા. આવો, ચાલો જાણીએ પુંગનુર ગાય વિશે: પીએમ મોદીએ જે પુંગનુર ગાયોને વ્હાલ કરતા જોવા મળ્યા એ ગાયોનું કનેક્શન આંધ્રપ્રદેશ સાથે છે. આ ગાયોને લઈને માત્ર આંધ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ભારતમાં ઘણી ધાર્મિક માન્યતાઓ છે.
એવું પણ માનવામાં આવે છે કે જ્યારે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથનમાંથી ઘણી દુર્લભ વસ્તુઓ બહાર આવી ત્યારે સુરભિ ગાય તેમાંથી એક હતી. વેદ અને પુરાણોમાં સુરભી ગાયને કામધેનુ પણ કહેવામાં આવી છે. આંધ્રના લોકો માને છે કે પુંગનુર એ સુરભી ગાયનું સ્વરૂપ છે.
પુંગનુર ગાયની આ જાતિ ચિત્તૂર જિલ્લાની છે, જેની કિંમત 2 લાખથી 25 લાખ રૂપિયાની વચ્ચે છે. એવું માનવામાં આવે છે કે આ ગાયના દૂધમાં ઘણા ઔષધીય ગુણો પણ હોય છે. પુંગનુર ગાય 70 થી 90 સેમી ઉંચી અને 100 થી 200 કિલો વજનની હોય છે. આ જાતિની ગાય દરરોજ લગભગ 3 લીટર દૂધ આપે છે. આ દૂધ મહત્તમ રૂ. 1,000 પ્રતિ લીટરના ભાવે વેચાય છે અને તેમાંથી બનેલા ઘીની કિંમત રૂ. 10,000 થી રૂ. 50,000 પ્રતિ કિલો છે.
કહેવાય છે કે આ પુંગનુર ગાયના દૂધથી ભગવાન તિરુપતિ બાલાજીનો અભિષેક કરવામાં આવે છે. તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ માટે બનાવાતા લાડુમાં પણ આ ગાયનું દૂધ વપરાય છે. પુંગનુર ગાય હાલમાં આંધ્રના પૂર્વ ગોદાવરી જિલ્લાના લિંગમપટ્ટી ગામમાં ચાર એકરમાં ફેલાયેલી ગૌશાળામાં સાચવવામાં આવી રહી છે. ગાય જેટલી નાની હોય છે તેટલી તેની કિંમત વધારે હોય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી પુંગનુર જાતિના સંરક્ષણ માટે કામ ચાલી રહ્યું છે. દેશમાં સૌથી ઓછી પશુઓની જાતિઓમાં તે ત્રીજા ક્રમે છે. આંધ્ર પ્રદેશ સરકાર IVF ટેક્નોલોજી દ્વારા તેની વસ્તી વધારવા માટે કામ કરી રહી છે. 2013ની પશુધન ગણતરી મુજબ આંધ્રમાં પુંગનુર ગાયોની સંખ્યા માત્ર 2 હજાર 772 હતી. 2019માં કરાયેલી પશુધન ગણતરી મુજબ પુંગનુર પશુઓની સંખ્યા 13 હજાર 275 પર પહોંચી ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે