ભારત ટીબી મુક્ત બનશે ત્યારે બનશે, હાલ તો ગુજરાતમાં ટીબીથી મોતનો આંકડો છે હજારોમાં!

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ટીબીથી 18 હજારથી વધુના મોત, દેશમાં ટીબીથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત ત્રીજા સ્થાને.

ભારત ટીબી મુક્ત બનશે ત્યારે બનશે, હાલ તો ગુજરાતમાં ટીબીથી મોતનો આંકડો છે હજારોમાં!

ઝી બ્યૂરો, અમદાવાદઃ એક તરફ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. ત્યારે બીજો એક રિપોર્ટ પણ ચિંતાજનક સ્થિતિનો ચિતાર દર્શાવે છે. 2020થી ઓક્ટોબર 2022 સુધી ગુજરાતમાંથી 18,106 લોકો ટીબી સામે જીવ ગુમાવી ચૂકી છે. ટી.બી.ની બીમારીના કારણે મોતનો આંક પણ સતત વધી રહ્યો છે. જેને કારણે ગુજરાતે પણ ચિંતા કરવાની જરૂર છે. કારણકે, હાલમાં જ પ્રધાનમંત્રી મોદીએ મનકી બાતમાં ટી.બી.મુક્ત ભારતની વાત કરી હતી. અને પીએમ મોદીએ વર્ષ 2025 સુધીમાં ભારતને ટી.બી.મુક્ત બનાવવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે. જોકે, આ લક્ષ્યાંક સુધી પહોંચવામાં ગુજરાતનો ટી.બી.થી મૃત્યુઆંક એક બહુ મોટી અડચણ બની શકે છે.

ભારતને ‘ટીબી મુક્ત’ બનાવવાનું અભિયાન ભલે શરૃ કરાયું હોય પરંતુ હાલની સ્થિતિ જોતાં આ લક્ષ્યાંક સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. ગુજરાતમાં ૨૦૨૦માં ૬૮૭૦, ૨૦૨૧માં ૫૪૭૨ અને ઓક્ટોબર ૨૦૨૨ સુધી ૫૭૬૪ વ્યક્તિના ટીબીથી મૃત્યુ થયા છે. ઓક્ટોબર ૨૦૨૨ સુધી ટીબીથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં ઉત્તર પ્રદેશ ૧૪૦૧૦ સાથે મોખરે,મહારાષ્ટ્ર ૬૨૭૦ સાથે બીજા, ગુજરાત ત્રીજા અને ૫૫૪૭ સાથે મધ્ય પ્રદેશ ચોથા સ્થાને છે.એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ૧ લાખની વસતીએ સરેરાશ ૧૩૭ વ્યક્તિ ટીબી ધરાવે છે. સમગ્ર દેશમાં ટીબી ધરાવનારાઓનું પ્રમાણ ૧ લાખે ૩૧૨ છે. ગુજરાતમાં ટીબીના દર્દીઓ ૨૦૨૦માં ૧૨૦૫૬૦, ૨૦૨૧માં ૧૪૪૭૩૧, અને ઓક્ટોબર ૨૦૨૨ સુધી ૧૨૫૭૮૮ હોવાનું સામે આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા ટીબી પર અંકૂશ મેળવવા માટે સતત   નવા પગલા મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૃપે ગુજરાતમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ટીબીના દર્દીઓની શોધખોળ હાથ ધરાઇ હતી. જેમાં ૧૦ જિલ્લામાંથી ટીબીના ૫૩૯ દર્દી મળી આવ્યા હતા. આ પૈકી સૌથી વધુ ૧૧૧ નવસારી, ૭૯ છોટા ઉદેપુર, દાહોદમાંથી ૩૮ દર્દીનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

આ પણ ખાસ વાંચોઃ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news