Odisha Train Accident: ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં 288 નહીં, 275 લોકોએ ગુમાવ્યા જીવ, જાણો કેવી રીતે થઈ આ ભૂલ
Balasore Train Accident: ઓડિશાના બાલાસોરમાં દુખદ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આંકડાને એકવાર ફરી સંશોધિત કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Coromandel Train Accident: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) ના રોજ થયેલા ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ફરી એકવાર અપડેટ કરવામાં આવી છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ રવિવારે (4 જૂન) ના રોજ માહિતી આપી હતી કે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 288 નહીં, પરંતુ 275 છે.
રાજ્યના મુખ્ય સચિવે કહ્યુ કે, મૃતકોના આંકડાની ડીએમ તરફથી તપાસ કરવામાં આવી હતી અને તે જાણવા મળ્યું કે કેટલાક મૃતદહોને બે વાર ગણી લેવામાં આવ્યા હતા. તેથી જીવ ગુમાવનારાની સંખ્યામાં સંશોધન કરી આંકડાને 275 કરી દેવામાં આવ્યો છે. મુખ્ય સચિવે કહ્યુ કે 275માંથી 88 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે.
#WATCH | The death toll is 275 & not 288. The data was checked by DM and it was found that some bodies have been counted twice, so the death toll has been revised to 275. Out of 275, 88 bodies have been identified: Odisha Chief Secy Pradeep Jena, on #OdishaTrainAccident pic.twitter.com/fuPSSmNxag
— ANI (@ANI) June 4, 2023
700થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર બાદ મળી રજા
મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી શબઘરમાં રાખવામાં આવેલા તમામ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ પણ કરી રહી છે. તેમણે કહ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા 1,175 લોકોમાંથી 793 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
દુર્ઘટના અંગે રેલવે બોર્ડે આપી માહિતી
રેલવે બોર્ડના સભ્ય જયા વર્મા સિન્હાએ દુર્ઘટના વિશે માહિતી આપતા કહ્યું કે કોરોમંડલ એક્સપ્રેસને બહાનાગા સ્ટેશનથી નિકળવા માટે ગ્રીન સિગ્નલ મળ્યું હતું. આ ટ્રેનની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક છે અને દુર્ઘટના દરમિયાન તે 128ની સ્પીડથી ચાલી રહી હતી, જે સ્પષ્ટ દર્શાવે છે કે આ ઓવરસ્પીડિંગનો મામલો નથી. શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે સિગ્નલિંગમાં પરેશાની હતી. ગ્રીન સિગ્નલ હોવાને કારણે તે પોતાની ગતિથી દોડી રહી હતી અને લૂપ લાઇનમાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ. ગતિ એટલી વધુ હતી કે ટ્રેનનું એન્જિન માલગાડીના ડબ્બા પર ચઢી ગયું.
કોરોમંડલ એક્સપ્રેસ યશવંતપુર એક્સપ્રેસની છેલ્લી બે બોગી સાથે અથડાઈ હતી
જયા વર્માએ વધુમાં જણાવ્યું હતું કે માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી ન હતી કારણ કે માલસામાન ટ્રેન લોખંડનું વહન કરતી હતી. જેના કારણે કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું. તે મોટી સંખ્યામાં મૃત્યુ અને ઇજાઓનું કારણ છે. કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા કોચ ડાઉન લાઇન પર આવ્યા અને ડાઉન લાઇન પર 128 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી યશવંતપુર એક્સપ્રેસના છેલ્લા બે કોચ સાથે અથડાઈ.
જવાબદારોની ઓળખ કરવામાં આવી છે - જયા વર્મા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જો કે, તે અત્યારે જાહેર કરી શકતી નથી, કારણ કે તપાસ હજુ ચાલુ છે. એક પ્રશ્નના જવાબમાં જયાએ કહ્યું કે શું થયું હશે તે સમજવાનો પ્રયાસ કરી રહી છું. અમારી પાસે ડિજિટલ રેકોર્ડ છે જે કોઈ ભૂલ બતાવતો નથી, પરંતુ અકસ્માત થયો એટલે કંઈક ખોટું થયું. અમે પ્રારંભિક જાણીએ છીએ, પરંતુ CRS રિપોર્ટની રાહ જુઓ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે