Farmers Protest: ખેડૂત આંદોલન પર હરિયાણાના DyCM નું અત્યંત મહત્વનું નિવેદન

નવા 3 કૃષિ કાયદા (Agriculture Law)  અંગે કેન્દ્ર સરકાર અને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો (Farmers) વચ્ચે ચાલી રહેલા ગતિરોધ પર હરિયાણાના ડેપ્યુટી સીએમ અને જનનાયક જનતા પાર્ટી (JJP)ના નેતા દુષ્યંત  (Dushyant Chautala) શનિવારે કહ્યું કે તેમને આશા છે કે આગામી 24થી 40 કલાકમાં કેન્દ્ર અને ખેડૂત સંગઠનો વચ્ચે આગામી રાઉન્ડની વાતચીત થશે.

Farmers Protest: ખેડૂત આંદોલન પર હરિયાણાના DyCM નું અત્યંત મહત્વનું નિવેદન

નવી દિલ્હી: નવા 3 કૃષિ કાયદા (Agriculture Law)  અંગે કેન્દ્ર સરકાર અને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો (Farmers) વચ્ચે ચાલી રહેલા ગતિરોધ પર હરિયાણાના ડેપ્યુટી સીએમ અને જનનાયક જનતા પાર્ટી (JJP)ના નેતા દુષ્યંત  (Dushyant Chautala) શનિવારે કહ્યું કે તેમને આશા છે કે આગામી 24થી 40 કલાકમાં કેન્દ્ર અને ખેડૂત સંગઠનો વચ્ચે આગામી રાઉન્ડની વાતચીત થશે. દુષ્યંત ચૌટાલાએ આ વાત કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત બાદ કરી. 

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કર્યા બાદ ચૌટાલાએ કહ્યું કે જ્યાં સુધી તેઓ રાજ્યમાં સરકારનો હિસ્સો છે ત્યાં સુધી ખેડૂતના પાકની ખીદી સરકાર તરફથી MSP પર સુનિશ્ચિત કરવામાં આવશે. ચૌટાલાએ આ અગાઉ રક્ષામંત્રી રાજનાથ સિંહ, ખાદ્ય-રેલવે-વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાથે પણ મુલાકાત કરી હતી. 

હરિયાણા સરકાર હાલ સ્થિર
દુષ્યંત ચૌટાલાએ ક હ્યું કે હરિયાણા સરકાર હાલ સ્થિર છે અને તેમની પાર્ટીનો MSP પર સ્ટેન્ડ યથાવત છે. અત્રે જણાવવાનું કે ચૌટાલા પર વિપક્ષી પાર્ટીઓ અને હરિયાણાના કેટલાક ખેડૂતનો ભાજપના નેતૃત્વવાળી હરિયાણા સરકારમાંથી રાજીનામું આપી દેવાનું દબાણ છે. તેમણે પહેલા જ કહ્યું હતું કે જો MSP વ્યવસ્થાને જોખમ ઊભું થયું તો તેઓ રાજીનામું આપી દેશે. એમ પૂછવામાં આવ્યું કે શું હરિયાણાની ગઠબંધન સરકાર સ્થિર છે તો ચૌટાલાએ કહ્યું કે હા...જ્યાં સુધી અમે MSP સુનિશ્ચિત કરીએ છીએ ત્યાં સુધી અમે સ્થિર રહીશું.

24થી 40 કલાકમાં નવા રાઉન્ડની વાતચીત થશે
જનનાયક જનતા પાર્ટી નેતાએ કહ્યું કે મને આશા છે કે આગામી 24થી 40 કલાકમાં નવા રાઉન્ડની વાતચીત થશે અને કેટલાક નિર્ણાયક નિવેદનો સામે આવશે. ચૌટાલાએ કહ્યું કે તેમને સવારે રાજનાથ સિંહ અને પિયુષ ગોયલ સાથે પણ મુલાકાત કરી. તેમણે કહ્યું કે આપણે બધાએ બેસીને મુદ્દાનો ઉકેલ લાવવાની જરૂર છે. જે પ્રકારે કેન્દ્ર સરકાર પ્રદર્શનકારી ખેડૂતો સાથે વાત કરી રહી છે અને ખેડૂત સંગઠનોની માગણી પર 24 પાનાનો જવાબ આપ્યો છે તે જોતા હું આશાન્વિત છું કે આપસી સહમતીથી આ મુદ્દાનો ઉકેલ આવી શકશે. 

— ANI (@ANI) December 12, 2020

ખેડૂતો સાથે સંવાદથી જ નીકળશે સમાધાન
ચૌટાલાએ કહ્યું કે સંવાદથી જ સમાધાન નીકળશે. આશા પર દુનિયા કાયમ છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે આગામી રાઉન્ડની વાતચીત જલદી થશે અને બંને તરફથી કેટલાક સકારાત્મક પરિણામ આવશે. એમ પૂછવામાં આવ્યું કે શું સરકાર MSP અંગે લેખિતમાં આશ્વાસનને કાયદેસર માન્યતા આપશે તો ડેપ્યુટી સીએમએ કહ્યું કે જે પણ તેઓ માગણી કરે છે.

વિપક્ષી પાર્ટીઓની ધમકી પર બોલ્યા ચૌટાલા
હરિયાણામાં રાજ્ય સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની વિપક્ષી પાર્ટીઓની ધમકી પર ચૌટાલાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના નિવેદનો આપી રહી છે. પંજાબ અને હરિયાણાના ખેડૂત સંગઠનોને આશંકા છે કે નવા કૃષિ કાયદાથી MSP વ્યવસ્થા ખતમ થઈ જશે. આ વ્યવસ્થા હેઠળ સરકારી એજન્સીઓ એક નિશ્ચિત કિંમત પર ખેડૂતોના પાકની ખરીદી કરે છે. કેન્દ્રએ બુધવારે ખેડૂતોને આપેલા નવા પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે MSP વ્યવસ્થા યથાવત રહેવા અંગે લેખિતમાં આશ્વાસ આપવા અને તેમની માગણીઓ પર સમાધાન માટે  તૈયાર છે. જો કે ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે પાછા ખેંચવાની માગણી કરી રહ્યા છે અને તેમણે આંદોલન ઉગ્ર કરવાની પણ ધમકી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news