Congress માં જોડાશે ક્રિકેટર હરભજન સિંહ? સિદ્ધુએ કહી આ મોટી વાત

પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ દરમિયાન ક્રિકેટર હરભજન સિંહ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

Congress માં જોડાશે ક્રિકેટર હરભજન સિંહ? સિદ્ધુએ કહી આ મોટી વાત

ચંદીગઢઃ  પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ દરમિયાન ક્રિકેટર હરભજન સિંહ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

શક્યતાઓથી ભરેલી તસવીર - સિદ્ધુ
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં સિદ્ધુ અને હરભજન બંને એકસાથે હસતા ઉભા છે. સિદ્ધુએ ટ્વીટમાં લખ્યું, 'શાઇનિંગ સ્ટાર ભજ્જી સાથે. આ ફોટો અનેક શક્યતાઓથી ભરેલો છે.

— Navjot Singh Sidhu (@sherryontopp) December 15, 2021

સિદ્ધુના ટ્વીટ પર હરભજનનું મૌન
સિદ્ધુ (Navjot Singh Sidhu) ના આ ટ્વીટથી રાજ્યમાં નવી ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. એવું માનવામાં આવે છે કે આગામી થોડા દિવસોમાં હરભજન આ અંગે કોઈ જાહેરાત કરી શકે છે. જોકે, હાલમાં તેમણે સિદ્ધુના ટ્વીટ પર મૌન સેવી લીધું છે.

પંજાબમાં આવાતા વર્ષે યોજાશે ચૂંટણી
તમને જણાવી દઈએ કે પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ (Congress), શિરોમણી અકાલી દળ (SAD), બીજેપી અને આમ આદમી પાર્ટી ત્રણેય જોર લગાવી રહી છે. કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ ચરણજીત સિંહ ચન્ની હાલમાં પંજાબમાં કોંગ્રેસ સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. તો બીજી તરફ, છેલ્લા 5 વર્ષથી સત્તાથી બહાર, SAD એ BSP સાથે ગઠબંધન કર્યું છે. તો આ તરફ ભાજપ અને કેપ્ટન અમરિંદરની પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનની શક્યતાઓ શોધી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી હાલમાં ચૂંટણી મેદાનમાં એકલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news