ગુરમિત રામ રહીમને પત્રકાર હત્યા કેસમાં જન્મટીપની સજા

તેની સાથે જ અન્ય ત્રણ દોષિત કુલદીપ સિંઘ, નિર્મલ સિંઘ અને ક્રિશ્ન લાલને પણ જન્મટીપની સજા ફટકારાઈ છે. કોર્ટ દ્વારા દરેકને રૂ.50,000નો આર્થિક દંડ પણ ફટકારવામાં આવ્યો છે

ગુરમિત રામ રહીમને પત્રકાર હત્યા કેસમાં જન્મટીપની સજા

પંચકુલાઃ સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા ગુરુવારે ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમિત રામ રહીમને પત્રકાર રામ ચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં જન્મટીપની સજા ફટકારવામાં આવી છે. તેની સાથે જ અન્ય ત્રણ દોષિત કુલદીપ સિંઘ, નિર્મલ સિંઘ અને ક્રિશ્ન લાલને પણ જન્મટીપની સજા ફટકારાઈ છે. કોર્ટ દ્વારા દરેકને રૂ.50,000નો આર્થિક દંડ પણ ફટકારવામાં આવ્યો છે.  

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા આ ચારેયને પત્રકાર છત્રપતિની હત્યાના કેસમાં દોષિત જાહેર કરાયા હતા અને સજાનો ચૂકાદો અનામત રાખવામાં આવ્યો હતો. 

ગુરમિત રામ રહીમ આ અગાઉ વર્ષ 2002માં તેની બે મહિલા 'સાધ્વી' પર બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યો છે અને હાલ જેલમાં છે. ઓગસ્ટ 2017માં આ જાતે જ બની બેસેલા ભગવાન એવા 50 વર્ષના ગુરમિત રામ રહિમને બળાત્કાર કેસમાં દોષિત ઠેરવ્યા બાદ પંચકૂલા અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં રમખાણો ફાટી નિકળ્યા હતા. 

આ સજા સંભળાવાય તે પહેલાં હરિયાણા પોલીસ દ્વારા પંચકુલા અને તેના આજુબાજુના વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત વધુ કડક કરી દેવાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news