ચોમાસું વિદાય લઈ રહ્યું છે પણ વરસાદ નહીં! આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી, લોકોને એલર્ટ કરાયા

Rain Forecast: દેશના વિવિધ ભાગોમાંથી ચોમાસું ભલે વિદાય લઈ રહ્યું હોય પરંતુ વરસાદનો દોર હજુ પણ જાણે ચાલુ રહેવાનો હોય તેવું લાગે છે. હવામાન વિભાગે આજ અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જાણો ગુજરાત માટે શું કરાઈ છે આગાહી. 

ચોમાસું વિદાય લઈ રહ્યું છે પણ વરસાદ નહીં! આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી, લોકોને એલર્ટ કરાયા

IMD Weather Update 30 September 2023: લગભગ 3 મહિના સુધી દેશને પલાળ્યા બાદ હવે ધીરે ધીરે ચોમાસું જાણે વિદાય લઈ રહ્યું છે. આગામી 1-2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં ચોમાસાની વાપસીની સ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે. જો કે છૂટાછવાયા ઝાપટાનો દોર દેશના વિવિધ ભાગોમાં હજુ પણ ચાલુ છે. ગુજરાત સહિત દેશમાં વરસાની સ્થિતિ અંગે શું આગાહી કરાઈ છે તે ખાસ જાણો. 

આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
કર્ણાટકના ઉત્તર તટ, દક્ષિણ કોંકણ અને ગોવા પાસે પૂર્વ મધ્ય અરબ સાગરની ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર બની ગયું છે. આ દબાણ આગામી 24 કલાક દરમિયાન ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. મ્યાંમાર અને તેની નજીક પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર બનેલી ચક્રવાતી પરિસંચરણના કારણે પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર પણ ઓછા દબાણનું ક્ષેત્ર બની ગયું છે. તે ઉત્તરી ઓડિશા અને પશ્ચિમ બંગાળ તટ પર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. 

કેવું રહેશે હવામાન
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ આજે ઉત્તર પ્રદેશ, સિક્કિમ, પૂર્વ મધ્ય પ્રદેશ, અને આંતરિક તમિલનાડુમાં હળવા વરસાદની શક્યતા છે. પૂર્વોત્તર ભારત, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, બિહારના કેટલાક ભાગો, આંધ્ર પ્રદેશ, તેલંગણા, વિદર્ભ, મરાઠાવાડા, તમિલનાડુના કેટલાક ભાગો અને લક્ષદ્વિપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આંદમાન નિકોબાર દ્વિપ સમૂહ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડિશાના કેટલાક ભાગો, તટીય કર્ણાટક, કેરળ, કોંકણ અને ગોવા તથા મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે  કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. 

ગુજરાત વિશે શું કરાઈ છે આગાહી
રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગામી 4 દિવસને લઈને વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 2 દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. ભેજના કારણે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. 2 દિવસ બાદ સામાન્ય વાતાવરણ રહેશે. વરસાદની નહિવત શકયતા. અમદાવાદ ગાંધીનગરમાં ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ઉત્તર રાજસ્થાનથી થઈ ચૂકી છે. ગુજરાત માંથી ચોમાસુ વિદાય લેવા  માટે હજુ સમય લાગશે. વાદળો હટી ગયા એટલે બપોરે ગરમી લાગે છે. જ્યારે છૂટો છવાયો વરસાદને લઈને રાત્રે ઠંડક રહે છે. રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 19 ટકા વધુ વરસાદ રહ્યો. ગાંધીનગરમાં 24 ટકા, અમદાવાદમાં 21 ટકા અને વડોદરા 21 ટકા ઓછો વરસાદ રહ્યો. જ્યારે કચ્છમાં 83 ટકા વધુ વરસાદ રહ્યો. 

ગુજરાતમાં માટે અંબાલાલની આગાહી
ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યુ છે. ત્યારે અંબાલાલ પટેલની એક ભયાનક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે. આ વર્ષે ફરી નવરાત્રી પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રિમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન થઈ રહ્યું છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 30 સપ્ટેમ્બર બાદ ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે. 

સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. 30 સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે. 2થી 14 ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં ત્રણ ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. 6થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. ઓક્ટોબરની શરુઆતમાં આ સિસ્ટમના કારણે પૂર્વભાગમાં વરસાદ થશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.

ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે.   

રાજ્યમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોડાર્ળમા જતા ચોમાસાની ધીમે ધીમે પીછે હઠ થતી હોય છે. પરંતુ આ વખતે બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું મોડું ઉઠશે. 26 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદ થશે. 2 જી ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પરંતુ 18-19-20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે. 16 મી ઓક્ટોબરે વાદળવાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે. 

અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ રહેશે. હવે વેધર ફેક્ટરમાં મોટો બદલાવ થયો છે. જો ઓક્ટોબરમાં વરસાદ રહ્યો તો નવરાત્રિ બગડી શકે છે. ખેલૈયામાં અત્યારથી જ નવરાત્રિ માટે ઉત્સાહ છે એ સમયે વરસાદ રહ્યો તો નવલાં નોરતાં બગડી શકી છે. ગયા  વર્ષે પણ નવરાત્રિમાં વરસાદને કારણે નવરાત્રિના કેટલાક દિવસોમાં ખેલૈયા ગરબે રમી શક્યા નહોતા. આ વર્ષે પણ એ સ્થિતિ રિપિટ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યાં છે. એટલે ભલે તમે નવરાત્રિની તૈયારીઓ કરો પણ તમારી સાથે રમવા માટે વરસાદ પણ તૈયારીઓ કરી રહ્યો છે. એટલે જરા સાચવજો.

વાવાઝોડાની શક્યતા
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં પશ્ચિમ બંગાળાના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા 2 જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. આ 2018 જેવું વાવાઝોડું બની શકે છે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે. 

આ સમયે બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 kmph ની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જ્યારે અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે 27-28-29 સપ્ટેમ્બરે દક્ષીણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ રહેશે. 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમા ઉભુ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news