ના હોય! ગુજરાતના પડોશના ગામમાં છે અજીબ રિવાજો, દરેક પુરુષે કરવા પડે છે 2 વાર લગ્ન

આપણે ત્યાં એવું કહેવાય છેકે, બાર ગામે બોલી બદલાય...એ જ રીતે રીતરિવાજ...પરંપરાઓ અને પ્રથાઓ પણ બદલાય છે. લગ્નની આવી જ અનોખી પ્રથા એક ગામમાં છે જ્યાં એક પુરુષે બબ્બે લગ્ન કરવા પડે છે....જાણો વિગતવાર...

ના હોય! ગુજરાતના પડોશના ગામમાં છે અજીબ રિવાજો, દરેક પુરુષે કરવા પડે છે 2 વાર લગ્ન

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમને જાણીને નવાઈ લાગશે પણ આ ગુજરાતના પડોશમાં આવેલા ગામની વાત છે. ભારતમાં એવા ઘણા ગામો છે જ્યાં પરંપરાઓ ખૂબ જ અનોખી છે. આ પરંપરાઓ પાછળની વાર્તાઓ પણ ઘણી રસપ્રદ છે. આજે અમે તમને એવા જ એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની પરંપરા સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

અનોખું ગામ-
રાજસ્થાનના રણ વિસ્તારમાં આવેલું રામદેવ ગામ પોતાની અનોખી પરંપરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ગામમાં દરેક વ્યક્તિ બે વાર લગ્ન કરે છે અને આ કોઈ નવી વાત નથી પરંતુ સદીઓથી ચાલી આવતી પરંપરા છે.

આ પરંપરાનું કારણ શું છે?
ગામના લોકો માને છે કે આ પરંપરાનું કારણ તેમની ધાર્મિક માન્યતાઓ છે. તેમના મતે, જો કોઈ પુરુષની એક જ પત્ની હોય તો તેના પરિવારમાં માત્ર દીકરીનો જ જન્મ થાય છે. પુત્ર મેળવવા માટે તેઓએ ફરીથી લગ્ન કરવા પડશે.

બંને પત્નીઓ સાથે રહે છે-
અહીંના પુરુષોની બંને પત્નીઓ સાથે રહે છે. બંને પત્નીઓ એક જ ઘરમાં રહે છે અને એકબીજાને બહેનોની જેમ માને છે. હાલમાં સૌતન હોવી ક્યારેક કોઈ પત્ની કે પ્રેમિકા સહન કરી શકતી નથી પણ અહીં 2 પત્નીઓ એક સાથે રહે છે. 

નવી પેઢી ઈચ્છે છે બદલાવ-
જો કે, ગામની નવી પેઢી આ પરંપરા વિશે થોડી અસ્વસ્થતા અનુભવે છે. યુવા પેઢી માને છે કે આ પરંપરા જૂની છે અને તેને બદલવાની જરૂર છે. તેમનું કહેવું છે કે એક વ્યક્તિ માટે બે વાર લગ્ન કરે તે કાયદાકીય રીતે ખોટું છે.

વહીવટી તંત્રના આંખ આડા કાન-
ગામના આ અનોખા રિવાજ વિશે પ્રશાસન પણ જાણે છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વહીવટીતંત્રનું કહેવું છે કે આ મામલે કાયદાકીય પ્રક્રિયા અપનાવતા પહેલાં તમામ પાસાઓ પર વિચાર કરવામાં આવશે. આ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે પણ પોલીસ કે તંત્ર પરંપરાની બાબત હોવાથી આંખ આડા કાન કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news