જિગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી, મહિલા પોલીસકર્મી સાથે છેડતીના કેસમાં પાંચ દિવસના પોલીસ રિમાન્ડ

ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને અસમમાં પાંચ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. 

જિગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી, મહિલા પોલીસકર્મી સાથે છેડતીના કેસમાં પાંચ દિવસના પોલીસ રિમાન્ડ

ગુવાહાટીઃ ગુજરાતના વડગામથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની મુશ્કેલી સતત વધી રહી છે. મંગળવારે અસમના બારપેટા જિલ્લાની સ્થાનીક કોર્ટે મેવાણીને મહિલા પોલીસકર્મીની સાથે છેડતીના કેસમાં પાંચ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદીત ટ્વીટ કરવાને લઈને કોર્ટે સોમવારે જિગ્નેશ મેવાણીને જામીન આપી દીધા હતા. જામીન મળ્યાના થોડા સમય બાદ જિગ્નેશ મેવાણીને બીજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મહિલા પોલીસકર્મીની સાથે ગેરવર્તણૂકના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 

મહત્વનું છે કે અસમની કોકરાઝાર કોર્ટથી મેવાણીને જામીન મળી ગયા હતા. ત્યારબાદ પોલીસે ધારાસભ્ય મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન કોરકાઝારથી જિગ્નેશ મેવાણીને બારપેટા લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પર મહિલા પોલીસકર્મી સાથે છેડછાડ કરવા અને ગાળો આપવાનો આરોપ લાગ્યો હતો. આ પહેલાં જિગ્નેશ મેવાણીની પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત ટ્વીટ કરવાને લઈને ધરપકડ કરવામાં આવી હતી. અસમ પોલીસે ગુજરાતથી મેવાણીની ધરપકડ કરી હતી. આ કેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ત્રણ દિવસ સુધી પોલીસની રિમાન્ડમાં હતા. 

The Court also rejected his bail petition.

— ANI (@ANI) April 26, 2022

જિગ્નેશ મેવાણી પર નોંધાયેલ ફરિયાદમાં તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 120 (બી) સહિત અન્ય કલમો લગાવવામાં આવી હતી. તેમના પર ભાજપ, આરએસએસ અને પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત અને કડક ટિપ્પણી કરવાનો આરોપ છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલાં પણ મેવાણીએ વિવાદિત ટ્વીટ કર્યા હતા, જેની પોલીસે નોંધ લીધી હતી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news