Gujarat Rain: ગુજરાતમાં જ આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે? વરસાદી સિસ્ટમ અને પેટર્નમાં ફેરફાર અંગે ચોંકાવનારી વિગતો

Gujarat Heavy Rain: સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું વરસાદની પેટર્નમાં એટલો બધો ફેરફાર થઈ ગયો છે કે શું? વરસાદની પેટર્નમાં હવે જે આ ફેરફાર આવ્યો છે તે ક્લાઈમેટ  ચેન્જ અને વધતા તાપમાનના કારણે જોવા મળી રહ્યો છે. જ્યાં ચોમાસામાં પહેલા યુપી અને બિહાર જળમગ્ન થતા હતા ત્યાં હવે સૂકા રાજ્યોમાં પૂર આવી રહ્યા છે. 

Gujarat Rain: ગુજરાતમાં જ આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે? વરસાદી સિસ્ટમ અને પેટર્નમાં ફેરફાર અંગે ચોંકાવનારી વિગતો

ગુજરાત પર અત્યારે આકાશી આફત આવી ગઈ છે. ભયાનક વરસાદથી સ્થિતિ અત્યંત બદહાલ છે. આવું કદાચ પહેલા ન જોવા મળ્યું હોય. ત્યારે હવે એમ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું વરસાદની પેટર્નમાં એટલો બધો ફેરફાર થઈ ગયો છે કે શું? વરસાદની પેટર્નમાં હવે જે આ ફેરફાર આવ્યો છે તે ક્લાઈમેટ  ચેન્જ અને વધતા તાપમાનના કારણે જોવા મળી રહ્યો છે. જ્યાં ચોમાસામાં પહેલા યુપી અને બિહાર જળમગ્ન થતા હતા ત્યાં હવે સૂકા રાજ્યોમાં પૂર આવી રહ્યા છે. 

રાજસ્થાનના રણવિસ્તારોવાળા જિલ્લા પણ પૂરમાં ડૂબી રહ્યા છે. જ્યારે ગુજરાતના સમુદ્ર કિનારાવાળા વિસ્તારો પણ. એટલો બધો વરસાદ કે જેનો અંદાજો હવામાન વૈજ્ઞાનિકો પણ લગાવી શકતા નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે વરસાદની પેટર્નમાં જોરદાર ફેરફાર આવ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદનું કારણ બંગાળની ખાડીમાં રહેલા અનેક લો પ્રેશર એરિયાનું પશ્ચિમી દિશા તરફ આગળ વધવું છે. 

પહેલા હતો આ રૂટ પણ હવે બદલાઈ ગયો
સામાન્ય રીતે બંગાળની ખાડીમાં બનેલા ઓછા દબાણવાળા ક્ષેત્રો ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે. પરંતુ તેનો રૂટ હોય છે બિહાર, યુપી, હરિયાણા અને પંજાબ. રસ્તામાં ભયાનક વરસાદ વરસાવતા તેઓ આગળ વધે છે. પરંતુ આ વખતે વરસાદવાળા ઓછા દબાણના ક્ષેત્રએ પોતાનો રૂટ બદલી નાખ્યો. તે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, અને રાજસ્થાન થઈને પશ્ચિમ તરફ આગળ વધે છે. 

હવામાન વૈજ્ઞાનિકો જળવાયુ પરિવર્તનને આનું કારણ ગણે છે. હવામાનના હાલચાલ જણાવતી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ પાલાવતના જણાવ્યાં મુજબ ક્લાઈમેટ ચેન્જ તેનું સૌથી મોટું કારણ છે. જેના કારણે રાજ્યોની ઉપર વરસાદની પેટર્ન બદલાઈ છે. આ વર્ષે બંગાળની ખાડી ઉપર ચાર લો પ્રેશર એરિયા અને બે ડિપ્રેશન બન્યા. આ બધાએ ઉત્તર-પશ્ચિમી રૂટ પકડીને પશ્ચિમીવાળો રૂટ પકડી લીધો. 

ચાર પાંચ વર્ષથી પકડાયો છે રૂટ
વરસાદે આ રૂટ ફક્ત આ વર્ષે પકડ્યો છે એવું નથી. ચાર પાંચ વર્ષથી પશ્ચિમી રૂટ પર જવાનો પ્રયત્ન કરે છે. વધતું તાપમાન વરસાદની પેટર્ન બદલી રહ્યું છે. જેના કારણે સામાન્યથી વધુ વરસાદ સૂકા પ્રદેશોમાં પડી રહ્યો છે. જેમ કે ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ગુજરાત. ભારતીય હવામાન વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક સોમા સેન રોયે એ વાત સ્વીકારી કે પશ્ચિમ બંગાળ બાજુથી અનેક લો પ્રેશર એરિયા બન્યા છે. તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે અધધધ વરસાદ પડી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં વધુ લો પ્રેશર સિસ્ટમ જોવા મળે છે. જેના કારણે અનેક રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ પડે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. હવામાનની પેટર્નમાં કોઈ ફેરફાર નથી. પશ્ચિમી તરફ મોનસૂની વરસાદનું ઘૂમવું એક સામાન્ય પ્રક્રિયા છે. જે અવારનવાર જોવા મળે છે. 

હવામાનની આગાહી
રાજ્ય હવામાન ખાતાની આગાહી મુજબ આગામી છ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. માછીમારોને આજ થી 1 સપ્ટેમ્બર સુધી દરીઓ ન ખેડવા સૂચના અપાઈ છે. પાછલા બે દિવસની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટ્યું છે. જો કે આજે પણ કેટલાક જિલ્લાઓમાં રેડ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો અલર્ટ અપાયું છે.  કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર અને, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી જ્યારે ગીર સોમનાથમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે યેલો અલર્ટ અપાયું છે. ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news