GST Council: જીએસટી કાઉન્સિલની બેઠક પૂર્ણ, આ વસ્તુ પર ઘટ્યો ટેક્સ
GST Council Decisions: દિલ્હીમાં જીએસટી પરિષદની 49મી બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. કેટલીક વસ્તુ પર જીએસટી રેટ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ GST Council: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST કાઉન્સિલની 49મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ થઈ હતી અને આ GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એપેલેટ ટ્રિબ્યુનલની રચના ઉપરાંત પાન મસાલા અને ગુટખા પરના જીએસટી પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
GST કાઉન્સિલની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી મોટી જાહેરાત
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની બેઠક બાદ પ્રેસ-કોન્ફરન્સને સંબોધિત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યોને 5 વર્ષથી બાકી રહેલ GST વળતર અથવા GST વળતરની રકમ બહાર પાડવામાં આવી રહી છે. આ અંતર્ગત 16982 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવશે. GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત ઘણા રાજ્યોના GST વળતર અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
GST on pencil sharpeners has come down from 18% to 12%. Also, there is a reduction in GST on tags tracking devices or data loggers which are affixed on durable containers, from 18% to nil, subject to some conditions: Union FM Nirmala Sitharaman pic.twitter.com/nd1I1EwQmv
— ANI (@ANI) February 18, 2023
આ વસ્તુઓ પર જીએસટી રેટ ઘટ્યો
નાણામંત્રીએ જાણકારી આપી છે કે પેન્સિલ શાર્પનર પર જીએસટી રેટ 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. આ રીતે હવે લોકો માટે પેન્સિલ શાર્પનર્સ ખરીદવા સસ્તા થઈ જશે.
આ રીવાય લિક્વિડ ગોળ કે તરલ ગોળ (રાબ) પર પણ જીએટી રેટને ઘટાડીને શૂન્ય કરવામાં આવી રહ્યો છે જે પહેલા 18 ટકા હતો. જો ગોળ છુટો વેચવામાં આવે તો તેના પર શૂન્ય ટકા જીએસટી લાગશે, જે પહેલાં 18 ટકા હતો. જો આ લિક્વિડ ગોળને પેકેટ કે લેબલ્ડ રીતે વેચવામાં આવશે તો 5 ટકા જીએસટી લાગશે. આ રીતે છુટ્ટા ગોળના વેચાણ પર જીએસટી ઘટાડી દેવામાં આવ્યો છે.
આ સાથે નાણામંત્રીએ જાહેરાત કરી કે ડ્યૂરેબલ કન્ટેનર પર લાગેલ ટેગ્સ ટ્રેકિંગ ડિવાઇસ અને તે સિવાય ડેટા લોગર્સ પર પણ જીએસટી ઘટાડવામાં આવ્યો છે. તેને 18 ટકાથી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવ્યો છે. પરંતુ તેમાં કેટલીક શરતો લાગૂ થવી જરૂરી છે.
જાણો GST કાઉન્સિલની બેઠકના અન્ય નિર્ણયો
વાર્ષિક વળતર પર લેટ ફી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્ષમતા આધારિત કરવેરા અને કડક પાલનનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાન મસાલા અને ગુટખા પર GOM પરની ભલામણોને મંજૂરી આપવામાં આવી છે.
GST એપેલેટ ટ્રિબ્યુનલ પર મંત્રીઓના જૂથ (GoM)ના અહેવાલને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યોની વિનંતી પર, ડ્રાફ્ટની ભાષા બદલવાની માંગને પણ મંજૂરી આપવામાં આવી છે.
બે જીઓએમના અહેવાલો સ્વીકારવામાં આવ્યા છે - નાણામંત્રી
પાન મસાલા પર થયો આ નિર્ણય
જીએસટી કાઉન્સિલની બેઠકમાં પાન મસાલા અને ગુટખા પર પણ મોટો નિર્ણય થયો છે. હવે પાન મસાલા અને ગુટખા પર ઉત્પાદન પ્રમાણે જીએસટી લાગશે. તેના પર કેપેસિટી બેસ્ડ ટેક્સેશન લાગૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે