આ તે કેવી હેવાનિયત? દુલ્હેરાજાએ સેક્સવર્ધક ગોળીઓ ખાઈ મનાવી સુહાગરાત, પછી જે થયું...જાણી કંપી જશો

ઉત્તર પ્રદેશના હમીરપુરથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાત દિવસ પહેલા અહીં એક યુવકના લગ્ન થયા હતા. લગ્ન બાદ દુલ્હન તેના સાસરે ગઈ. વરરાજાએ તો પછી સુહાગરાતની તૈયારીઓ શરૂ કરી દીધી. સુહાગરાતે દુલ્હેરાજાએ સેક્સવર્ધક ગોળીઓ ખાઈ લીધી.

આ તે કેવી હેવાનિયત? દુલ્હેરાજાએ સેક્સવર્ધક ગોળીઓ ખાઈ મનાવી સુહાગરાત, પછી જે થયું...જાણી કંપી જશો

ઉત્તર પ્રદેશના હમીરપુરથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાત દિવસ પહેલા અહીં એક યુવકના લગ્ન થયા હતા. લગ્ન બાદ દુલ્હન તેના સાસરે ગઈ. વરરાજાએ તો પછી સુહાગરાતની તૈયારીઓ શરૂ કરી દીધી. સુહાગરાતે દુલ્હેરાજાએ સેક્સવર્ધક ગોળીઓ ખાઈ લીધી. સેક્સવર્ધક ગોળીઓ ખાઈને પતિએ પત્ની સાથે સંબંધ બનાવ્યા અને પોતાની હવસના ચક્કરમાં નવી નવેલી દુલ્હનને એવી તે ઘાયલ કરી નાખી કે બીજા દિવસે તેની હાલત બગડી ગઈ. 

દુલ્હનને ઉલ્ટીઓ શરૂ થઈ ગઈ. દુલ્હને પોતાની તબિયત ખરાબ હોવાની જાણ પિયરિયાને કરી. સાત ફેબ્રુઆરીના રોજ પીડિતાને સારવાર માટે કાનપુર હોસ્પિટલ ખસેડાઈ જ્યાં સારવાર દરમિયાન 10 ફેબ્રુઆરીના રોજ તેનું મોત થઈ ગયું. પોસ્ટમોર્ટમ બાદ સોમવારે જ્યારે મૃતદેહ ઘરે પહોંચ્યો તો કોહરામ મચી ગયો. ભાઈએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાત કરી છે. 

મળતી માહિતી મુજબ હમીરપુરમાં જ રહેતી યુવતીના ત્યાં 3 ફેબ્રુઆરીના રોજ ઉરઈથી જાન આવી હતી. યુવતીના માતા પિતા નથી. ભાઈ સરકારી કર્મચારી છે. જેણે લગ્ન કરાવ્યા હતા. ચાર ફેબ્રુઆરીના રોજ યુવતી પરણીને સાસરે પહોંચી હતી. યુવતીની ભાભીએ જણાવ્યું કે સાત ફેબ્રુઆીના રોજ તે તેના પતિ સાથે એક લગ્ન કાર્યક્રમમાં ભાગ લેવા માટે કાનપુર ગઈ હતી ત્યારે નણંદના સાસરિયાનો ફોન આવ્યો. જેમમે આરોપ લગાવ્યો કે તેમણે યુવતીની બીમારી છૂપાવીને લગ્ન કરાવ્યા છે. તેને ઉલ્ટીઓ થઈ રહી છે અને તબિયત ખરાબ છે. ભાભીના જણાવ્યાં મુજબ તેઓ કાનપુર લગ્ન સમારંભ છોડીને તે જ દિવસે ઉરઈ પહોંચી ગયા. જ્યાંથી નણંદને લઈને સીધા કાનપુરના એક પ્રાઈવેટ નર્સિંગ હોમમાં દાખલ કરાવી. અહીં તેને સારવાર અપાઈ પણ આરામ મળ્યો નહી. 

દુલ્હનની ભાભીએ જણાવ્યું કે  તબિયત ખરાબ થવાની જાણકારી નણંદે ફોન કરીને આપી હતી. સાથે એ પણ જણાવ્યું હતું કે તબિયત કેમ ખરાબ થઈ. દુલ્હનેની ભાભીએ જણાવ્યું કે તેની નણંદ સાથે વરરાજાએ સેક્સવર્ધક ગોળીઓ ખાઈને સંબંધ બનાવ્યા હતા જેનાથી તેની હાલાત બગડી. ત્યારબાદ યુવતીને ગાયનેકોલોજિસ્ટને બતાવવામાં આવ્યું. ચેકઅપ બાદ ગાયનેકોલોજિસ્ટે કહ્યું કે યુવતી સાથે એવી રીતે સંબંધ બનાવવામાં આવ્યા જાણે ગેંગરેપ કરાયો હોય. યુવતીને અંદર ઘા થઈ ગયા હતા. જેના કારણે ઈન્ફેક્શન ફેલાઈ ગયું અને 10 ફેબ્રુઆરીના રોજ 3.30 વાગે યુવતીનું કાનપુરમાં મોત થઈ ગયું. પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ સોમવારે મૃતદેહ ઘરે પહોંચ્યો તો કોહરામ મચી ગયો. મૃતકના ભાઈનું કહેવું છે કે સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરશે. પોલીસ અધિકારી અનુપ સિંહે કહ્યું કે ઘટના ઉરઈની છે. હજુ સુધી કોઈએ ફરિયાદ આપી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news