એક વર્ષમાં આ શેરમાં આવી 417% ની તેજી, હવે કંપની આપી રહી છે 1 શેર પર 3 બોનસ શેર
આઇનોક્સ વિન્ડના સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં 400 ટકાથી વધુની તેજી જોવા મળી છે. કંપની હવે ઈન્વેસ્ટરોને 3 બોનસ શેર આપવા જઈ રહી છે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ ડેટ રિવાઇઝ કરી 25 મે 2024 કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિન્ડ એનર્જી બિઝનેસ સાથે જોડાયેલી કંપની આઇનોક્સ વિન્ડના સ્ટોકે ઈન્વેસ્ટરોને એક વર્ષમાં માલામાલ કરી દીધા છે. આઇનોક્સ વિન્ડના સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં 417 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના શેર છેલ્લા એક વર્ષમાં 117.60 રૂપિયાથી વધી 600 રૂપિયાને પાર પહોંચી ગયા છે. આઇનોક્સ વિન્ડના શેર શુક્રવારે 608 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા હતા. સ્મોલકેપ કંપની આઇનોક્સ વિન્ડે પોતાના ઈન્વેસ્ટરોને મોટી ભેટ આપવાની જાહેરાત પણ કરી છે.
દર શેર પર 3 બોનસ શેર આપી રહી છે કંપની
આઇનોક્સ વિન્ડ (Inox Wind) એ પાછલા દિવસોમાં પોતાના શેરહોલ્ડર્સને બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. કંપની 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. એટલે કે વિન્ડ એનર્જી કંપની દરેક શેર પર 3 બોનસ શેર પોતાના રોકાણકારોને આપશે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ ડેટ રિવાઇઝ કરી 25 મે 2024 કરી દીધી છે. કંપનીએ પહેલા બોનસ શેરની રેકોર્ડ ડેટ 18 મે 2024 નક્કી કરી હતી.
4 વર્ષમાં 2170% ઉપર ગયો કંપનીનો શેર
આઇનોક્સ વિન્ડના સ્ટોકમાં છેલ્લા ચાર વર્ષમાં 2170 ટકાની તેજી આવી છે. બિન્ડ એનર્જી કંપનીના શેર 15 મે 2020ના 26.90 રૂપિયા પર હતા. આઈનોક્સ વિન્ડના શેર 17 મે 2024ના 608 રૂપિયાના સ્તર પર પહોંચ્યા છે. કંપનીના શેરમાં છેલ્લા બે વર્ષમાં 550 ટકાની જોરદાર તેજી આવી છે. આ સમયમાં કંપનીના શેર 93 રૂપિયાથી 600 રૂપિયાને પાર પહોંચી ગયા છે. આઇનોક્સ વિન્ડના શેરમાં છેલ્લા છ મહિનામાં 141 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેર 17 નવેમ્બર 2023ના 251.85 રૂપિયા પર હતા. જે 17 મે 2024ના 608 રૂપિયા પર પહોંચી ગયા છે. આઇનોક્સ વિન્ડના સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ 663 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહનો લો 111.10 રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે