Covaxin માં Calf Serum નો ઉપયોગ થતો નથી, અફવાઓ પર સરકારે બહાર પાડ્યું નિવેદન

કોવેક્સીન (Covaxin) માં વાછરડાના સીરમનો ઉપયોગ થવા અંગે વાયરલ થઈ રહેલી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ પર સરકારે સ્પષ્ટતા કરી છે.

Covaxin માં Calf Serum નો ઉપયોગ થતો નથી, અફવાઓ પર સરકારે બહાર પાડ્યું નિવેદન

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) વિરુદ્ધ જંગમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે રસી અંગે અનેક પ્રકારની ગેરસમજ છવાયેલી રહે છે જેને સરકાર સમયાંતરે દૂર કરવાની કોશિશ પણ કરે છે. કોવેક્સીન (Covaxin) માં વાછરડાના સીરમનો ઉપયોગ થવા અંગે વાયરલ થઈ રહેલી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ પર સરકારે સ્પષ્ટતા કરી છે અને કહ્યું કે તથ્યોને તોડી મરોડીને રજુ કરયા છે. 

'કોવેક્સીનમાં Calf Serum નો ઉપયોગ નથી થતો'
પીઆઈબી દ્વારા બહાર પડેલા એક નિવેદનમાં કહેવાયું છે કે 'કોવેક્સીનની સંરચના અંગે કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો છે કે રસીમાં વાછરડાનું સીરમ (Calf Serum)  હોય છે. તે સાચું નથી અને તથ્યોને તોડી મરોડીને રજુ કરાયા છે.'

'ફક્ત વેરો સેલ્સની વૃદ્ધિ માટે થાય છે ઉપયોગ'
નિવેદનમાં કહેવાયું છે કે Calf Serum નો ઉપયોગ ફક્ત વેરો કોશિકાઓ (Vero Cells) ની તૈયારીઓ કે વૃદ્ધિ માટે કરવામાં આવે છે. વિભિન્ન પ્રકારના ગોજાતીય અને અન્ય પશુ સીરમ વેરો સેલ વિકાસ માટે વિશ્વ સ્તર પર ઉપયોગમાં લેવાનારા  standard enrichment ingredient છે.'

'દાયકાઓથી થઈ રહ્યો છે આ ટેક્નોલોજીનો ઉપયોગ'
પીઆઈબીએ વધુમાં કહ્યું કે 'વેરો કોશિકાઓ (Vero Cells) નો ઉપયોગ કોશિકા જીવનને સ્થાપિત કરવા માટે કરાય છે. જે રસીના ઉત્પાદનમાં મદદ કરે છે. પોલિયો, રેબીઝ અને ઈન્ફ્લુએન્ઝાની રસીઓમાં દાયકાઓથી આ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.'

'વેરો કોશિકાઓને સાફ કરાય છે'
નિવેદનમાં આગળ કહેવાયુ છે કે આ વેરો કોશિકાઓને વૃદ્ધિ બાદ Calf Serum થી મુક્ત એટલે કે સાફ કરવા માટે અનેકવાર પાણી અને કેમિકલથી ધોવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news