તેલની કિંમતો અને ઘટી રહેલા રૂપિયો ભાજપ માટે ચિંતાનો વિષય: અમિત શાહ

પેટ્રોલ અને રૂપિયો સરકાર માટે ચિંતાનો વિષય છે, જો કે અમેરિકન ટ્રેડ વોર અને ચીનની નીતિના કારણે પરિસ્થિતી પેદા થઇ છે.

તેલની કિંમતો અને ઘટી રહેલા રૂપિયો ભાજપ માટે ચિંતાનો વિષય: અમિત શાહ

હૈદરાબાદ : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેલની વધી રહેલી કિંમતો મુદ્દે આંતરરાષ્ટ્રીય કારણોને જવાબદાર ગણાવ્યા છે. સાતે જ તેમણે એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકાર વધી રહેલી તેલની કિંમતોથી લોકોને રાહત અપાવવા અને સતત નબળા પડી રહેલા રૂપિયા માટે સમાધાન શોધી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ મહિનાથી જ ડોલરની તુલનાએ રૂપિયો નબળો થવા અને કાચા તેલની કિંમત વધવાથી દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઇ.

હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું કે, ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં સતત વધારો અને ડોલરની તુલનાએ નબળો પડી રહેલો રૂપિયો  ભાજપ અને સરકાર માટે ચિંતાનો વિષય છે. વૈશ્વિક કારણો જેમ અમેરિકા- ચીન વચ્ચે ટ્રેડ વોર અને અમેરિકાનાં તેલ ઉત્પાદક દેશોની સાથે સંબંધોના કારણે એવું થયું છે. સમાધાન શોધવામાં આવી રહ્યું છે અને ઝડપથી સરકાર આ મુદ્દે કોઇ નિર્ણય લેશે. 

અન્ય દેશોની તુલનાએ રૂપિયાનું ઓછુ નુકસાન
શાહે તેમ પણ જણાવ્યું કે, રૂપિયાની કિંમતો પર જે અસર પડી છે, તે અન્ય દેશની તુલનાએ ઘણી ઓછી છે. ઉલ્લેખનીય છે કે ડીઝલ - પેટ્રોલ અને અન્ય જરૂરી વસ્તુઓના વધતા ભાવની વિરુદ્ધ કોંગ્રેસના નેતૃત્વમાંવિપક્ષી પાર્ટીઓએ 10 સપ્ટેમ્બરે ભારત બંધનું આયોજન કર્યું હતું. 

મહારાષ્ટ્રની ધર્માબાદ કોર્ટ દ્વારા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અને તેમના સહયોગીઓની વિરુદ્ધ એરેસ્ટ વોરન્ટ ઇસ્યું કરવાનાં મુદ્દે શાહે કહ્યું કે, ભાજપને તેની સાથે કોઇ લેવા દેવા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે 2010માં સંયુક્ત આંધ્રપ્રદેશની ગોદાવરી નદીનાં બબલી પ્રોજેક્ટ પર કબ્જો કરવાનાં મુદ્દે આ વોરન્ટ ઇશ્યું થયું છે. 

કોંગ્રેસ સરકાર દરમિયાન નાયડૂની વિરુદ્ધ કેસ દાખલ થયો
આ અંગે અમિત શાહે કહ્યું કે, તે સમયે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ બંન્ને સ્થળ પર કોંગ્રેસની સરકાર હતી. હવે ચંદ્રબાબુ નાયડૂ તે લોકોની સાથે  હાથ મીલાવી રહી છે. તે સમયે તે લોકોની સહાનુભુતિ વહેંચવા ઇચ્છે છે. આ કેસ 2010માં રજિસ્ટર થયો હતો અને પોલીસે 2013માં ચાર્જશીટ ફાઇલ કરી હતી. કોર્ટ દ્વારા ઘણી વખત સમન ઇશ્યું કરવામાં આવવા છતા નાયડૂએ કોઇ જવાબ નહોતો આપ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news