કાશ્મીર: 5 આતંકવાદીને ઠાર કર્યા બાદ સ્થાનિકો સાથે ઘર્ષણ, 1 નાગરિકનું મોત

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો દ્વારા 5 આતંકવાદીઓનાં મોતને ઘાટ ઉતાર્યા બાદ જવાનો અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું

કાશ્મીર: 5 આતંકવાદીને ઠાર કર્યા બાદ સ્થાનિકો સાથે ઘર્ષણ, 1 નાગરિકનું મોત

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ઘર્ષણ બાદ સુરક્ષાદળો અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે સંઘર્ષમાં શનિવારે એક નાગરિકનું મોત નિપજ્યું અને 10 અન્ય જવાનો ઘાયલ થઇ ગયા હતા. ઘર્ષણમાં 5 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. 

પોલીસને એક અધિકારીએ જણાવ્યું કે, કુલગામના કાંજીગુંડના ચૌગામ વિસ્તારમાં આતંકવાદી વિરોધી અભિયાનમાં લાગેલા સુરક્ષાદળો અને યુવકોનાં સમુહ વચ્ચે ઘર્ષણ થઇ ગયું. તેમણે જણાવ્યું કે, સુરક્ષા દળોએ પ્રદર્શનકર્તા પર ટીયર ગેસનાં ગોળા, પેલેટ અને ગોલીઓ ચલાવી. 

અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા દળોની કાર્યવાહીમાં 10 કરતા વધારે ઘાયલ થઇ ગયા અને તેમને સારવાર માટે અનંતનાગના જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ઘાયલોમાંથી 6 લોકોને અહીંની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમાંથી 4ની આંખમાં છારા લાગેલા છે. 

આ દરમિયાન અનંતનાગ જિલ્લાનાં રહેવાસી રઉફ અહેમદ સંગમનાં નજીકનાં રસ્તે જ અંતિમ શ્વાસ લીધા હતા. સવારથી ચાલુ થયેલા ઘર્ષણમાં લશ્કર એ તોયબા અને હિજબુલ મુજાહિદ્દીનનાં 5 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જે પૈકી એક ટોપનો આતંકવાદી પણ છે. 

આતંકવાદીઓ ગત્ત વર્ષે કેશવાન પર થયેલા ઘાતક હૂમલામાં સંડોવાયેલો હતો. જેમાં 5 પોલીસ કર્મચારીઓ અને બે બેંકના ગાર્ડે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. અધિકારીઓએ જણાવ્યું કે અંતિમ સમાચાર મળતા સુધી હજી પણ ઘર્ષણ ચાલી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news