એર માર્શલ વીઆર ચૌધરી હશે વાયુસેનાના નવા પ્રમુખ, 30 સપ્ટેમ્બરે નિવૃત થશે આરકેએસ ભદૌરિયા
રક્ષા મંત્રાલયે આજે નવા એર ચીફ માર્શલના નામની જાહેરાત કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત સરકારે એર માર્શલ વીઆર ચૌધરીની વાયુસેનાના આગામી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. વીઆર ચૌધરી વર્તમાનમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફની જવાબદારી સંભાળી રહ્યા છે. મહત્વનું છે કે હાલના વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા 30 સપ્ટેમ્બરે નિવૃત થઈ રહ્યા છે.
એર માર્શલ વીઆર ચૌધરી, પીવીએસએમ, એવીએસએમ, વીએમ ને 29 ડિસેમ્બર 1982ના ભારતીય વાયુ સેનાના ફાઇટર સ્ટ્રીમમાં કમીશન આપવામાં આવ્યુ હતું. તેમણે વર્તમાનમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ સહિત વિભિન્ન સ્તરો પર વિભિન્ન કમાન્ડ સ્ટાફની જવાબદારી સંભાળી ચુક્યા છે.
મહત્વનું છે કે વીઆર ચૌધરી પોતાના નિવેદન માટે પણ જાણીતા છે. હાલમાં એક વેબિનારમાં બોલતા તેમણે સ્પષ્ટ રીતે કહ્યુ હતુ કે ઇસરોની સેટેલાઇટ વાયુસેનાની જરૂરીયાતોને પૂરી કરી રહી નથી. વીઆર ચૌધરી પ્રમાણે, ભારતમાં સંપૂર્ણ સ્પેસ ઇકો-સિસ્ટમ સિવિલ સિસ્ટમની છે. તેમાં મિલિટ્રી-ભાગીદારીની કમી છે. તેવામાં દેશમાં સશસ્ત્ર સેનાઓ માટે નેક્સ્ટ-જનરેશન સ્પેસ ટેક્નોલોજીનો અભાવ છે. મહત્વનું છે કે પીએમ મોદી સતત સશસ્ત્ર દળોને ઉચ્ચ-જાતિ (સાયબર અને સ્પેસ વગેરે) યુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ. આવી સ્થિતિમાં વી.આર.ચૌધરીની નિમણૂક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ Mahant Narendra Giri Death Case: મહંત નરેન્દ્ર ગિરીના શંકાસ્પદ મોતના મામલાની તપાસ કરશે SIT, છ લોકો કસ્ટડીમાં
સપ્ટેમ્બર 2019માં આરકેએસ ભદૌરિયાએ સંભાળ્યુ હતુ પદ
એચ ચીફ માર્શલ ભદૌરિયાએ સપ્ટેમ્બર 2019માં વાયુસેનાના પ્રમુખનું પદ સંભાળ્યુ હતું. ભદૌરિયા જૂન 1980માં ભારતીય વાયુસેનાની લડાકૂ શાખામાં સામેલ થયા હતા અને તેઓ અનેક પદ પર રહ્યા હતા. રાષ્ટ્રીય રક્ષા એકેડમીના પૂર્વ વિદ્યાર્થી ભદૌરિયાએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત 'સ્વોર્ડ ઓફ ઓનર' પુરસ્કાર પણ જીત્યો હતો. આશરે ચાર દાયકાની સેવા દરમિયાન ભદૌરિયાએ જગુઆર સ્કાવડ્રન અને એક મુખ્ય વાયુ સેના સ્ટેશનનું પણ નેતૃત્વ કર્યુ. આ સિવાય તેમણે જીપીએસનો ઉપોય ગકી જગુઆર વિમાનથી બોમ્બવર્ષા કરવાની રીત શોધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે