સરકારે GPFના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો હવે કેટલું મળશે વ્યાજ

કેન્દ્ર સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, સરકારે જીપીએફ પર જુલાઈથી સપ્ટેમ્બર માટે વ્યાજ દરને 7.9 ટકા રાખવાનો નિર્ણય લીધો છે 
 

સરકારે GPFના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો હવે કેટલું મળશે વ્યાજ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે GPF (જનરલ પ્રોવિડન્ટ ફંડ)ના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે જીપીએફ પર જુલાઈથી સપ્ટેમ્બર માટેનો વ્યાજદર 7.9 ટકા રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે છેલ્લા ત્રિમાસિક ગાળામાં જીપીએફનો વ્યાજ દર 8 ટકા રાખ્યો હતો. જીપીએફનો વ્યાજ દર કેન્દ્ર સરકારના તમામ કર્મચારી, રેલવે અને સુરક્ષા દળોના પ્રોવિડન્ટ ફંડને પણ લાગુ પડે છે. 

1 જુલાઈથી લાગુ થશે નવા દર
નાણા મંત્રાલય તરફથી કરાયેલા આદેશ અનુસાર જીપીએફ પર 1 જુલાઈ, 2019થી 30 સપ્ટેમ્બર, 2019 સુધી વ્યાજ દર 7.9 ટકા ચૂકવવામાં આવશે. આ દર 1 જુલાઈ, 2019થી અમલમાં આવશે. સરકારે તાજેતરમાં જ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં પણ કાપ મુક્યો હતો. સરકારે પીપીએફ અને સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરમાં 10 બેઝિઝ પોઈન્ટનો કાપ મુક્યો હતો. 

કોને-કોને થશે અસર

  • ઈન્ડિયન ઓર્ડનન્સ ડિપાર્ટમેન્ટ પ્રોવિડન્ટ ફંડ
  • જનરલ પ્રોવિડન્ટ ફંડ(સેન્ટ્રલ સર્વિસિસ)
  • કન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ (ઈન્ડિયા)
  • જનરલ પ્રોવિડન્ટ ફંડ (ડિફેન્સ સર્વિસિસ)
  • સ્ટેટ રેલવે પ્રોવિડન્ટ ફંડ 
  • ઈન્ડિયન ઓર્ડનન્સ ફેક્ટરિઝ વર્કમેન પ્રોવિડન્ટ ફંડ
  • આર્મ્ડ ફોર્સિસ પર્સનલ પ્રોવિડન્ટ ફંડ
  • ઈન્ડિયન નેવલ ડોકયાર્ડ વર્કમેન પ્રોવિડન્ટ ફંડ 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news