શ્રીલંકાના પ્રવાસ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, શાકિબને અપાયો આરામ

બાંગ્લાદેશ શ્રીલંકાના પ્રવાસ પર ત્રણ મેચોની વનડે સિરીઝ રમશે. આ ત્રણેય વનડે 26, 28 અને 31 જુલાઈએ રમાશે. 

શ્રીલંકાના પ્રવાસ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, શાકિબને અપાયો આરામ

ઢાકાઃ શ્રીલંકાના પ્રવાસ માટે બાંગ્લાદેશે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની આગેવાની મુશરફે મુર્તજાના હાથમાં છે. વેબસાઇટ ક્રિકબઝ પ્રમાણે, વિશ્વ કપ-2019મા  બાંગ્લાદેશ માટે 606 રન અને 11 વિકેટ ઝડપનાર ખેલાડી શાકિબ અલ હસન તથા લિટન દાસને આરામ આપવામાં આવ્યો છે. 

બાંગ્લાદેશે શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. આ ત્રણેય વનડે 26, 28 અને 31 જુલાઈએ આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 

ટીમઃ મુશરફે મુર્તજા (કેપ્ટન), તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, મુસ્તફિકુર રહીમ, મહમુદૂલ્લાહ, મોહમ્મદ મિથુન, મોસાદ્દેક હુસૈન, સબ્બીર રહમાન, રૂબેલ હુસૈન, મુસ્તફિઝુર રહમાન, અનામુલ હક બિજોય, મેહદી હસન મિરાજ, મોહમ્મદ સૈફુદ્દીન અને તાઇજુલ ઇસ્લામ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news