J&Kના પૂર્વ LG જીસી મુર્મુની નવા CAG તરીકે નિયુક્તિ, રાજીવ મહર્ષિની જગ્યા લેશે
અચાનક જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ પદેથી રાજીનામું આપી દેનારા જીસી મુર્મુને કેન્દ્રમાં અત્યંત મહત્વની જવાબદારી મળી છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ ઉપરાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુને દેશના નવા CAG (Comptroller and Auditor General of India) નિયુક્ત કરવામાં આવ્યાં છે. કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું. તેઓ રાજીવ મહર્ષિની જગ્યા લેશે. રાજીવ મહર્ષિને વર્ષ 2017માં CAG નિયુક્ત કરાયા હતાં. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહ્યો.
Girish Chandra Murmu to take oath as the Comptroller & Auditor General of India (CAG) on Saturday at Rashtrapati Bhawan (file pic)
He had stepped down as the Lieutenant Governor of J&K yesterday. pic.twitter.com/AcFrBWJcuS
— ANI (@ANI) August 6, 2020
જીસી મુર્મુ રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનેલા જમ્મુ અને કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ બન્યા હતાં. 60 વર્ષના ગિરીશચંદ્ર મુર્મુ 1985ની આઈએએસ બેચના અધિકારી છે. તેઓ ગુજરાત કેડરના ઓફિસર છે. જીસી મુર્મુએ 31 ઓક્ટોબર 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલા એલજી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે બુધવારે પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે અનેક અટકળો થઈ હતી. તેમનો કાર્યકાળ 9 મહિનાનો રહ્યો.
જીસી મુર્મુ ઓડિશાના સુંદરગઢના રહીશ છે. તેમણે યુનિવર્સિટી ઓફ બર્મિંઘમથી એમબીએનો અભ્યાસ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ બનતા પહેલા જીસી મુર્મુ નાણા વિભાગમાં વ્યય વિભાગના સચિવ હતાં. જીસી મુર્મુની ગણતરી પીએમ નરેન્દ્ર મોદીના ખુબ નીકટના ઓફિસરોમાં થાય છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેઓ પ્રધાન સચિવ હતાં.
જુઓ LIVE TV
રાજસ્થાન કેડરના વર્ષ 1978ની બેચના આઈએએસ અધિકારી રાજીવ મહર્ષિ ગૃહ સચિવના પદે રહી ચૂક્યા છે. તેમને વર્ષ 2017માં CAG તરીકે નિયુક્ત કરાયા હતાં. તેમણે શશિકાન્ત શર્માનું સ્થાન લીધુ હતું. રાજીવ મહર્ષિનો કાર્યકાળ 3 વર્ષનો રહ્યો. CAGની નિયુક્તિ છ વર્ષ માટે હોય છે અથવાતો ત્યાં સુધી હોય છે કે જ્યાં સુધી આ પદ પર બેઠેલ વ્યક્તિ 65 વર્ષની ન થાય. રાજીવ મહર્ષિ 8 ઓગસ્ટના રોજ 65 વર્ષના થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે