જમ્મુ-કાશ્મીરઃ બકરા ઈદ અને જૂમ્માની નમાઝ અંગે રાજ્યપાલ સત્યપાલ મલિકે આપ્યા આ આદેશ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થઈ ગયા પછી રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારે એક સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જૂમ્માની નમાઝ અને આવતા અઠવાડિયે આવી રહેલી બકરા ઈદની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થઈ ગયા પછી રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારે એક સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જૂમ્માની નમાઝ અને આવતા અઠવાડિયે આવી રહેલી બકરા ઈદની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિકારીઓએ રાજ્યપાલને જણાવ્યું કે, ઈદના તહેવારને અનુલક્ષીને કુરબાનીના જાનવર ખરીદવા માટે ઘાટીમાં વિવિધ જગ્યાએ બજાર ઊભા કરવામાં આવે. આ ઉપરાંત કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર્સ અને ખાણી-પીણીનાં સ્થાનોને પણ આ પ્રસંગે ખોલવાનું સુચન કરાયું છે.
રાજ્યપાલે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના જે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં અભ્યાસ કરી રહ્યા છે અને ઈદના પ્રસંગે પોતાના ઘરે આવવા માગે છે, તેમની મદદ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પોતાના ઘરે આવી શકે એમ નથી, તેમના માટે આ તહેવારની ઉજવણીના આયોજન માટે રૂ.1-1 લાખની રકમ જવાબદાર અધિકારીઓને આપવામાં આવશે.
J&K Raj Bhavan: Governor issues directions that students from J&K studying in other states who wish to return homes for Eid celebration may be facilitated; sanctions Rs 1 lakh each to designated Liaison officers for organising festivities for students who're unable to return home https://t.co/6F9w3bGncz
— ANI (@ANI) August 7, 2019
આ સાથે જ રાજ્યપાલે આદેશ આપ્યો કે, ડેપ્યુટી કમિશનરની કચેરીમાં વિશેષ ટેલિફોન બૂથ ઊભા કરવામાં આવે, જેથી બીજા રાજ્યમાં અભ્યાસ કરતા જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ પોતાના પરિજનો સાથે વાતચીત કરી શકે.
Jammu & Kashmir Raj Bhavan: Governor Satya Pal Malik has passed directions for setting up telephone lines in Deputy Commissioners’ offices for students (from J&K studying in other states) to talk to their families back home. https://t.co/g21ESyW737
— ANI (@ANI) August 7, 2019
ઘાટીમાં પરિસ્થિતને સંપૂર્ણ સામાન્ય કરવા માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આજે તેમણે શોપિયાંની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો સાથે ભોજન પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સુરક્ષા દળો સાથે વાતચીત કરીને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ઘાટીમાં વાતાવરણ બગાડી શકે તેવા લગભગ 100 જેટલા નેતાઓને એટકમાં લેવાયા છે કે પછી તેમને નજરકેદ કરીને રાખવામાં આવ્યા છે. ઘાટીમાં કેટલાક સ્થળે પથ્થરબાજીની ઘટનાના સમાચાર છે, જેમાં બે સુરક્ષા કર્મચારી ઘાયલ થયા છે. બીજી તરફ કેન્દ્ર સરકારના નિર્ણયથી નારાજ પાકિસ્તાને ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધોમાં કાપ મુકવા અને વ્યાપારી સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેણે ભારતીય રાજદૂતને પણ સ્વદેશ પાછા જતા રહેવા જણાવ્યું છે.
જૂઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે