કોરોનાકાળમાં સોના-ચાંદીથી બનેલા માસ્કની વધી ડિમાન્ડ, જરા કિંમત તો જાણો
Trending Photos
ચેન્નાઈ: કોરોનાકાળમાં ફેસ માસ્ક (Mask) જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે. સોના (Gold mask) અને ચાંદીના બનેલા માસ્કનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. તામિલનાડુના કોયંમ્બતુરના જ્વેલર રાધાકૃષ્ણનનો નવો પ્રયોગ રંગ લાવી રહ્યો છે. તેમણે એક અઠવાડિયા પહેલા જ સોના અને ચાંદીના માસ્ક ડિઝાઈન કર્યાં. ગ્રાહકોને તે પસંદ પડી રહ્યાં છે અને ગ્રાહકો આઈટમ તરીકે તેની ખરીદી કરી રહ્યાં છે.
ગ્રાહકો તરફથી મળેલા શાનદાર રિસ્પોન્સ પર રાધાકૃષ્ણનનું કહેવું છે કે હાલ ગોલ્ડ અને સિલ્વરથી બનેલા માસ્કનો ઉપયોગ આભૂષણ તરીકે શાં માટે ન કરાય? બાદમાં ગ્રાહકો પોતાની સગવડ પ્રમાણે તેની કિંમત બરાબર બીજી જ્વેલરી લઈ શકે છે. શોખ પૂરો થઈ જતા તેને વેચીને પૈસા પણ મેળવી શકે છે.
કોયમ્બતુરમાં આર કે જ્વેલ વર્ક્સ નામથી શોપ ચલાવનારા જ્વેલરી મેકિંગ ક્ષેત્રમાં છેલ્લા 35 વર્ષથી કામ કરે છે. 3 વર્ષ પહેલા તેમણે સોનાના કપડા બનાવ્યાં અને વેચવાનું શરૂ કર્યું. જો કે મોટાભાગના કપડાં ઓર્ડર પર કોઈ ખાસ અવરસે તૈયાર કરાયા. રાધાકૃષ્ણને પોતાના આ અનુભવનો ઉપયોગ હવે સોના ચાંદીના માસ્ક બનાવવામાં કર્યો છે.
તેમણે જણાવ્યું કે અમે તેને 18 કેરેટથી લઈને 22 કેરેટ હોલમાર્ક સર્ટિફાઈડ ગોલ્ડથી બનાવીએ છીએ અને શુદ્ધતાની પૂરેપૂરી ગેરંટી છે. ચાંદીની વાત કરીએ તો અમે તેનાથી બનેલા માસ્ક ફક્ત 92.5 સ્ટર્લિંગ સિલ્વરથી તૈયાર કરીએ છીએ. મેટલનું વજન લગભગ 50 ગ્રામ હશે અને માસ્કમાં કપડાનું વજન 6 ગ્રામ જેટલું હશે. સિલ્વરવાળા માસ્કની રેન્જ 15000 રૂપિયાથી ચાલુ થાય છે. જ્યારે સોનાવાળા માસ્કની રેન્જ 2 લાખ 75 હજારથી શરૂ થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે 90 ટકા માસ્ક હાથથી તૈયાર કરાય છે. હું પોતે આ કિંમતી આઈટમ તૈયાર કરુ છું. પરિવારના સભ્યો પણ મદદ કરે છે. આ પ્રકારના માસ્ક તૈયાર કરવામાં 7 દિવસનો સમય લાગે છે.
જુઓ LIVE TV
રાધાકૃષ્ણનને કહ્યું કે અમે સોનાના 0.06 મિમીના તાર સૌથી પહેલા તૈયાર કરીએ છીએ કારણ કે મશીનમાં ફક્ત એ જ કામ કરી શકે છે. ત્યારબાદ અમે તેનો ઉપયોગ વણાટમાં કરીએ છીએ. અમને બેંગ્લુરુ હૈદરાબાદ અને દેશના અન્ય ભાગોમાંથી ઓર્ડર મળી રહ્યાં છે. લોકો અમારી પાસેથી આ અંગે અનેક જાણકારી માંગે છે અમારી પાસે હાલ 9 ઓર્ડર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે