ગોવા સરકાર સારી ઉપજ માટે ખેડૂતો પાસે કરાવશે વૈદિક ખેતી, સંશોધન ચાલુ
અધિકારીએ કહ્યું કે, કૃષી મંત્રીએ હાલમાં જ ગુરૂ શિવાનંદ સાથે મુલાકાત કરીને તેમની સાથે આ અંગે ચર્ચા કરી હતી, કે દૈવીય ખેતી ખેડૂતો માટે કઇ રીતે લાભદાયક સાબિત થઇ શકે છે
Trending Photos
પણજી : ગોવા સરકાર ખેડૂતોને પાકમાં વધારો થાય તે માટે નવી ટેક્નોલોજી અપનાવવા જઇ રહી છે. રાજ્ય સરકારે ખેડૂતોને પ્રાચી વૈદિક મંત્રોના જપ કરવા માટે જણાવ્યું છે. કૃષી વિભાગનાં એક અધિકારીએ શુક્રવારે કહ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોને દૈવીય કૃષી પદ્ધતી અપનાવવાની સલાહ આપી છે. જેમાં તેમને તેમનાં પાકની સારી પેદાશ માટે ખેતરમાં 20 દિવસ વૈદિક મંત્રોના જપ કરવા પડશે. તેમણે કહ્યું કે, સરકાર આ ક્ષેત્રમાં નિષ્ણાંત યોગ ફાઉન્ડેશન અને બ્રહ્મકુમારી જેવી સંસ્થાઓ સાથે ચર્ચા કરી રહી છે.
હરિયાણામાં ગુરૂ શિવાનંદ પાસેથી જાણો દૈવીય ખેતીના લાભ
અધિકારીઓએ કહ્યું કે, કૃષી મંત્રી વિજય સરદેસાઇ અને કૃષી નિર્દેશક નેલ્સન ફિગુએરોડાએ હાલમાં જ હરિયાણઆ ગુડગામમાં શઇવ યોગ કૃષીના પ્રચાર ગુરૂ શિવાનંદ સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે આ અંગે ચર્ચા કરી હતી. દૈવીય ખેતી ગોવામાં કઇ પ્રકારે ખેડૂતો માટે લાભદાયી હોઇ શકે છે. કૃષી નિર્દેશકે કહ્યું કે, કૃષી વિભાગ જૈવિક અને પર્યાવરણ અનુકુળ ખેતીના રસ્તાઓ પર ચાલવા માંગે છે. તેઓ લૌકિક ખેતીના પ્રચારકો તથા આ પ્રકારનાં ક્રિયાકલાપોમાં ભરોસા કરનારા અન્ય લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે જેઓ જૈવિક પદ્ધતીથી ખેતીની ઉપજ વધાી શકે.
મંત્રોથી વધશે પાકની ગુણવત્તા
અધિકારીઓનાં અનુસાર, તેના હેઠળ ખેડતો પોતાની ખેતીમાં 20 દિવસ સુધી પ્રતિ દિવસ ઓછામાં ઓછા 20 મિનિટ વૈદિક મંત્રોનો જપ કરવો પડશે. લૌકિક ખેતીમાં વિશ્વાસ ધરાવનારા લોકોનો દાવો છે કે મંત્ર બ્રહ્માંડમાંથી ઉર્જા ખેંચી લાવીને ખેતરમાં નાખે છે અને બીજને સારી રીતે પ્રસ્ફુટિક થવામાં મદદ કરે છે. અને ગુણવત્તાપુર્ણ ઉપજ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે