કોચિમાં ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત, નેવીના બે અધિકારીઓના મૃત્યુ
કેરળ (Kerala) ના કોચિમાં નિયમિત ઉડાણ દરમિયાન રવિવારે સવારે એક ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત (Glider Crashed) થયું, અકસ્માતમાં નેવીના બે કર્મચારીઓના મૃત્યુ થયા છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ અકસ્માતની પુષ્ટિ કરી છે.
Trending Photos
કોચ્ચિ: કેરળ (Kerala) ના કોચિમાં નિયમિત ઉડાણ દરમિયાન રવિવારે સવારે એક ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત (Glider Crashed) થયું, અકસ્માતમાં નેવીના બે કર્મચારીઓના મૃત્યુ થયા છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ અકસ્માતની પુષ્ટિ કરી છે.
અકસ્માતની જાણકારી આપતા રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે કેરળના કોચિ જિલ્લામાં રવિવારે સવારે થોમ્પુમ્પદી પુલ પાસે ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત થયું જેના કારણે બે નેવીના અધિકારીઓનું મૃત્યુ થયું છે. નેવીના નિવેદનમાં કહેવાયું છે કે નિયમિત તાલિમ માટે આઈએનએસ ગરૂડથી રવાના થયા અને સવારે લગભગ સાત વાગે ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત થયું.
તપાસના આદેશ
ગ્લાઈડરથી ઉડાણ ભરનારા બે નેવીના અધિકારીઓનું મૃત્યુ થયું છે. તેમની ઓળખ ઉત્તરાખંડના લેફ્ટેનન્ટ રાજીવ ઝા (39) અને બિહારના પેટી અધિકારી સુનીલકુમાર (29) તરીકે થઈ છે. આ બંનેને ડોક્ટરોએ આઈએનએચએસ સંજીવનીમાં મૃત જાહેર કર્યા છે. દક્ષિણી નેવી કમાને આ દુર્ઘટનાના તપાસના આદેશ આપી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે