Government Scheme: દીકરીઓ માટે આ બેસ્ટ સરકારી યોજના, PM મોદીએ પણ પાઠવી શુભેચ્છા, જલદી કરો અરજી
Girls Scheme: આ યોજના એક સરકાર સમર્થિક લઘુ બચત યોજના છે. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી દીકરીઓનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકો છો. જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારે પોસ્ટ ઓફિસ કે બેંકમાં જઈને અરજી કરવાની રહેશે. અત્રે જણાવવાનું કે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર ત્રિમાસિક પર જાહેર થાય છે.
Trending Photos
Sarkari Yojana: મોદી સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં મહિલાઓ અને દીકરીઓ માટે પણ અનેક પ્રકારની યોજના છે. આ જે યોજના છે તે દેશની દીકરીઓ માટે છે.
આ યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે. આ યોજના એક સરકાર સમર્થિક લઘુ બચત યોજના છે. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી દીકરીઓનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકો છો. જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારે પોસ્ટ ઓફિસ કે બેંકમાં જઈને અરજી કરવાની રહેશે. અત્રે જણાવવાનું કે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર ત્રિમાસિક પર જાહેર થાય છે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય પોસ્ટ વિભાગે 1 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી એક વિશેષ જાગૃતતા અભિયાન ચલાવ્યું હતું. રિપોર્ટ્સ મુજબ આ અભિયાનમાં ફક્ત 2 દિવસમાં જ 11 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં પોસ્ટ વિભાગે લગભગ 2.7 કરોડ એકાઉન્ટ ખોલ્યા છે. અત્રે જણાવવાનું કે આ યોજનાની શરૂઆત 22 જાન્યુઆરી 2015ના રોજ મોદી સરકારે દીકરીઓ માટે કરી હતી. તમે 250 રૂપિયાથી લઈને આ એકાઉન્ટ ખોલવાની શરૂઆત કરી શકો છો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પોસ્ટ વિભાગને આ બાબતે ટ્વીટ કરીને શુભેચ્છા પણ પાઠવી. તેમણે લખ્યું કે આ મહાન ઉપલબ્ધિ માટે ભારતીય પોસ્ટ વિભાગને ખુબ ખુબ શુભેચ્છાઓ. આ પ્રયત્નથી દેશની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થશે અને તેમને વધુ શક્તિશાળી બનાવશે. અત્રે જણાવવાનું કે ભારતીય પોસ્ટ વિભાગે વિશેષ અભિયાન હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતા ખોલાવવાનું લક્ષ્યાંક રાખ્યું હતું.
આવકવેરામાં છૂટ
જો તમે પણ આ યોજનામાં રોકાણ કરો છો તો તમને પણ આવકવેરામાં છૂટ મળી શકશે. તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ટેક્સ છૂટ માટે પણ રોકાણ કરી શકો છો. અત્રે જણાવવાનું કે આ દ્વારા તમે આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ ટેક્સ છૂટ મેળવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે