Viral Video: રસ્તા પર છોકરીઓ વચ્ચે થઈ ભયંકર 'ગેંગવોર', ડંડો-બેલ્ટ લઈને મચી પડી છોકરીઓ

Viral Video: રસ્તા પર છોકરીઓ વચ્ચે થઈ ભયંકર 'ગેંગવોર', ડંડો-બેલ્ટ લઈને મચી પડી છોકરીઓ

આપણે મોટાભાગે છોકરાઓ બે ટોળકીને લડતા જોઈએ છીએ. બે ગેંગ પરસ્પર જ્યારે ભીડે છે ત્યારે અલગ અલગ પ્રકારના હથિયારો લઈને પહોંચે છે. જો કે જ્યારે મામલો પોલીસ પાસે જાય છે ત્યારે હોશ ઠેકાણે આવી જતા હોય છે. પરંતુ આ મામલામાં તો છોકરીઓ પણ જરાય કમ નથી. એક વીડિયો વાયરલ થયો છે જેમાં રસ્તા કિનારે ઊભેલી છોકરીઓ અચાનક લડવા માડે છે.

છોકરીઓ વચ્ચે ગેંગવોર
સોશિયલ મીડિયા પર છોકરીઓ વચ્ચે થયેલી ગેંગવોરનો વીડિયો વાયરલ થયો છે. રસ્તા પર કેટલીક યુવતીઓ ઊભી હોય છે ત્યારે અચાનક કોઈ વાતને લઈને પરસ્પર ઝઘડી પડે છે. કોઈના હાથમાં ડંડો તો કોઈના હાથમાં બેલ્ટ, બધા એકબીજાની પીટાઈ શરૂ કરી દે છે. જેવો એક યુવતીએ થપ્પડ મારી તો બીજીએ વાળ પકડી લીધા. આ મારપીટને ત્યાં ઊભેલા કોઈકે પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધી અને ઈન્ટરનેટ પર અપલોડ કરી. હવે તે વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

નેટિઝન્સના અજીબ રિએક્શન
યુવતીઓ વચ્ચે થયેલી આ મારામારી કયા કારણે થઈ, વીડિયો ક્યાંનો છે તે અંગે તો હજુ કોઈ પુષ્ટિ થઈ નથી. જો કે વીડિયો જોયા બાદ નેટિઝન્સ અજીબોગરીબ રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે સાચા પ્રેમ માટે છોકરીઓ શું શું નથી કરતી, જુઓ છોકરાઓ. અન્ય એક યૂઝરે લખ્યું કે લડાઈ પણ આટલી સજી ધજીને કરે છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો only._.sarcasm_ અકાઉન્ટ દ્વારા શેર કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news