Girl video on Jhoome jo Pathan: રેલવે સ્ટેશનમાં ભીડમાં યુવતી બનાવી રહી હતી 'ઝૂમે જો પઠાણ' પર રીલ, આવી ગઈ પોલીસ અને.....

Girls Dance Video: વીડિયો પશ્ચિમ બંગાળના નૈહાટી જંક્શન પર બનાવવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 
 

Girl video on Jhoome jo Pathan: રેલવે સ્ટેશનમાં ભીડમાં યુવતી બનાવી રહી હતી 'ઝૂમે જો પઠાણ' પર રીલ, આવી ગઈ પોલીસ અને.....

નવી દિલ્હીઃ Jhoome Jo Pathaan Viral Video- શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર સફળતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. રિલીઝ પહેલા આ ફિલ્મ જેટલી વિવાદોમાં રહી, એટલાં જ તેના ગીત પોપ્યુલર થયા. ખાસ કરીને ઝુમે જો પઠાણ ગીત પર સોશિયલ મીડિયા શોર્ટ્સ અને રીલ્સ બનાવનારની ભરમાર થઈ ગઈ છે, પરંતુ ભીડથી ભરેલા રેલવે સ્ટેશન જેવી જગ્યા પર લગભગ કોઈએ આ ગીત પર ડાન્સ કર્યો હશે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી રેલવે પ્લેટફોર્મ પર આ ગીતનો જબરદસ્ત ડાન્સ કરી રહી છે. પરંતુ આ ડાન્સ વીડિયો બનાવવા દરમિયાન ત્યાં પોલીસ પહોંચી ગઈ. ત્યારહાદ શું થયું તે જાણવા  માટે વાંચો આ સમાચાર.

ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો વીડિયો
હકીકતમાં ઇન્સ્ટાગ્રામ પર એક સહેલી રૂદ્રા (@_sahelirudra_) એ એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં સહેલી એક રેલવે પ્લેટફોર્મની બેંચ પર બેઠેલી છે. સામે ટ્રેન ઉપડવા માટે તૈયાર ઉભી છે. ત્યારે સહેલી ઉભી થાય છે અને ઝૂમે જો પઠાણ (Jhoome Jo Pathaan)' ગીત પર ઠુમકા લગાવે છે. સહેલી જોરદાર ડાન્સ મૂવ્સ દેખાડી રહી છે, ત્યારે સ્ટેશન પર તૈનાત પોલીસકર્મી તેના વીડિયોમાં પાછળથી ચાલતા ત્યાં પહોંચી જાય છે. પોલીસકર્મી તેને ડાન્સ રોકવા માટે કહે છે અને વીડિયો બનાવનારને કેમેરો બંધ કરવાનું કહે છે. આ સાથે સહેલીનો જોરદાર ડાન્સ અહીં ખતમ થઈ જાય છે. 

ખુબ વાયરલ થઈ રહ્યો છે વીડિયો
આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. 54 લાખ લોકોએ આ વીડિયોને જોયો છે, જ્યારે 3.41 લાખ લોકોએ તેને લાઈક કર્યો છે અને 3200થી વધુ લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. કોમેન્ટ બોક્સમાં લોકોની અનોખી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું, તમે લોકોનું સારું મનોરંજન કરો છો, તેમનો સમય પસાર થઈ ગયો હશે, કોઈપણ રીતે, તમે કયા સ્ટેશન પર આ કરો છો. અન્ય એક યુઝરે લખ્યું, શરમ આવે છે, પોલીસને જોઈને ડરી ગઈ અને કેટલાક લોકો કહે છે કે છોકરીઓ ડરતી નથી. અદ્ભુત. એક યુઝરે લખ્યું કે, સારું થયું કે હું ત્યાં ન હતો, નહીંતર જીવ જતો રહેત. એક યુઝરે લખ્યું, આ ક્લિપ કોણે બે વાર જોઈ? બીજાએ લખ્યું, આ દીપિકા પાદુકોણની કાર્બન કોપી છે.

આ રેલવે સ્ટેશન છે ઐતિહાસિક
આ વીડિયો પશ્ચિમ બંગાળના નૈહાટી રેલવે જંક્શન પર શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં પાછળ જંક્શનનું નામ જોવા મળી રહ્યું છે. આ રેલવે જંક્શન કોલકત્તાના બહારના વિસ્તારમાં આશરે 48 કિલોમીટરના અંતર પર નોર્થ 24 પરગના જિલ્લામાં આવેલું છે. સિયાલદાહ-રાણાઘાટ રેલ લાઇન પર પડનાર આ સ્ટેશન ખુબ ઐતિહાસિક છે. વર્ષ 1869માં બનેલી નૈહાટી નગર પાકિલા ભારતની સૌથી જૂની નગરપાકિલાઓમાંથી એક છે. આ શહેરમાં ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના લેખત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તથા પ્રસિદ્ધ ક્કાણ્ટમ કેમિસ્ટ ડોક્ટર. દેબાશીષ મુખર્જીનો જન્મ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news