12 વર્ષ બાદ બંધ થઈ જશે પેટ્રોલ-ડીઝલવાળી કાર? જાણો શું 2035માં થવાનું છે?
pollution: પેટ્રોલ-ડીઝલની વધતી માગ અને ભાવને પહોંચી વળવાની સમસ્યા હાલ તમામ દેશ સામે ઊભી છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહન પર પ્રતિબંધ મૂકવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
Trending Photos
NGT ban petrol cars: યુરોપિયન સંસદે કાયદાકીય અડચણો દૂર કરી 2035 સુધી પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના વેચાણ પર પ્રતિબંધ મૂકવા અંગે મતદાન કર્યું હતું. તો EU સભ્ય દેશોએ પહેલાથી જ કાયદાને મંજૂરી આપી દીધી છે. જો કે સંસદમાં રૂઢિચુસ્ત જૂથ MEPsએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે બીજ તરફ કાયદાને પસાર કરવાની પૂરે પૂરી તૈયારીઓ ચાલી રહી છે. પ્રતિબંધનું સમર્થન કરી રહેલા લોકોએ કહ્યું કે કાર ઉત્પાદકોને ચોક્કસ સમય મર્યાદા આપવામાં આવશે. જેથી તેમને આ વાહનોને પ્રદૂષણ રહિત ઈલેક્ટ્રિક વાહનોમાં કનવર્ટ કરવાનો પૂરો સમય હશે.
આ પણ વાંચો: Oops Moment નો શિકાર બની હતી 'નેશનલ ક્રશ'! છુપાના ભી નહી આતા...દિખાના ભી નહી આતા..
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર
પેટ્રોલ-ડીઝલથી ચાલતી કાર બંધ થશે
યુરોપિયન સંઘ વર્ષ 2050 સુધી ઝીરો ગ્રીનહાઉસ ગેસ ઉત્પાદન વાળી અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાની તૈયારીમાં છે. એટલા માટે જ EUના વાઇસ પ્રેસિડેન્ટ ફ્રાન્સ ટિમરમેન્સે MEPને ચેતવણી આપી હતી કે આપણે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ઘણા પાછળ છીએ. સાથે જ કહ્યું કે ચીન દર વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં ઇલેક્ટ્રિક કારના 80 મોડલ લોન્ચ કરી રહ્યું છે.જેથી આપણે પણ આ દિશામાં આગળ વધવું પડશે. આ કાર ખુબ જ સારી સુવિધા સાથે સસ્તી છે. જેથી આપણે આ ઉદ્યોગના વિકાસ તરફ આગળ વધીશું.
આ પણ વાંચો: Viral Video: મહિલા ક્રિકેટ જગતની નવી સનસની બનીને ઉભરી રાજસ્થાનની Mumal Meher
આ પણ વાંચો: Gameover: જસપ્રીત બુમરાહનું સૌથી મોટું જુઠ્ઠાણુ સામે આવ્યું, ZEE News ના મચી સનસની
આ પણ વાંચો: સૌરવ ગાંગુલી VS વિરાટ કોહલી: કેપ્ટનશિપ છીનવવામાં કોની હતી સૌથી મોટી ભૂમિકા?
કેમ થઈ રહ્યો છે પ્રતિબંધનો વિરોધ
પેટ્રોલ-ડીઝલ કાર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયનો એક તરફ વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિરોધ કરનારાઓ કહે છે કે પેટ્રોલ અને ડીઝલના કાર પર પ્રતિબંધનો એકદમ અમલ કરવા માટે ઉદ્યોગ તૈયાર નથી. આવા નિર્ણય થી હજારો લોકોની રોજગારી પર સવાલ ઊભા થશે. ઇલેક્ટ્રિક કાર સસ્તી હોવાની દલીલ સામે કહ્યું કે આવા નિર્ણયથી જર્મનીના ICE વાહનોના પ્લાન્ટમાં કામ કરતા 6 લાખ લોકોની નોકરી જોખમમાં મૂકાશે. સાથે જ એવી દલીલ કરવામાં આવી હતી કે આવી કારની બેટરી યુરોપના સ્પર્ધક દેશોમાં બને છે. જેથી તેની આયાતનો પણ પ્રશ્ન ઊભો થશે.
આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે