G-23 નેતાઓની બેઠક મળી, ગુરૂવારે સોનિયા ગાંધીને મળી શકે છે ગુલામ નબી આઝાદ


સૂત્રોએ કહ્યું કે સોનિયાની સાથે ગુલામ નબીની બેઠકમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહેશે. કોંગ્રેસ નેતૃત્વની કાર્યશૈલીને લઈને જી-23 નેતાઓના અંસતોષ વચ્ચે આઝાદની ગાંધી પરિવાર સાથે મુલાકાત ખુબ મહત્વ રાખે છે. 

G-23 નેતાઓની બેઠક મળી, ગુરૂવારે સોનિયા ગાંધીને મળી શકે છે ગુલામ નબી આઝાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસના જી23 સમૂહના નેતાઓના સૂચનને લઈને ગુલામ નબી ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે મુલાકાત કરી શકે છે. હકીકતમાં પાંચ રાજ્યોમાં કોંગ્રેસની ચૂંટણી હાર અને ત્યારબાદ નેતૃત્વને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને નેતાઓના અસંતુષ્ટ જી23 સમૂહના સભ્ય ગુલામ નબી આઝાદ ગુરૂવારે 10 જનપથ પર પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. 

મહત્વનું છે કે કોંગ્રેસના જી23 સમૂહના નેતાઓએ બુધવારે બેઠક યોજી પાર્ટીની વર્તમાન સ્થિતિ અને આગળની રણનીતિ પર ચર્ચા કરી હતી. રાજ્યસભાના પૂર્વ નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદના આવાસ પર યોજાયેલી બેટકમાં કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરૂર અને અન્ય નેતા સામેલ થયા હતા. 

સૂત્રોએ કહ્યું કે સોનિયાની સાથે ગુલામ નબીની બેઠકમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહેશે. કોંગ્રેસ નેતૃત્વની કાર્યશૈલીને લઈને જી-23 નેતાઓના અંસતોષ વચ્ચે આઝાદની ગાંધી પરિવાર સાથે મુલાકાત ખુબ મહત્વ રાખે છે. માનવામાં આવી રહ્યું છે કે આઝાદ જી-23 સભ્યોના અંતિમ પ્રસ્તાવને પાર્ટીના સર્વોચ્ચ નેતૃત્વની સામે રજૂ કરશે. જી23ના ભવિષ્યનો નિર્ણય આઝાદની સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ થશે. 

સૂત્રોનું કહેવું છે કે જી23 ના નેતાઓએ એવા અનેક નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું જે આ સમૂહનો ભાગ નથી, પરંતુ પાર્ટીની અંદર પરિવર્તન ઈચ્છે છે. પાંચ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ આ સમૂહના મુખ્ય સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ગાંધી પરિવારે કોંગ્રેસનું નેતૃત્વ છોડી દેવું જોઈએ અને કોઈ અન્યને તક આપવી જોઈએ. 

આઝાદે ગુરૂવારે અહીં પોતાના આવાસ પર ઘણા જી-23 નેતાઓની યજમાની કરી. તેમના આવાસ પર પહોંચનારા નેતાઓમાં સિબ્બલ, શશિ થરૂર, ભૂપિંદર સિંહ હુડ્ડા, આનંદ શર્મા, મનીષ તિવારી, મણિશંકર અય્યર, પીજે કુરિયન, પરનીત કૌર, સંદીપ દીક્ષિત અને રાજ બબ્બર સામેલ હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news