ICJ on Russia-Ukraine War: આંતરરાષ્ટ્રીય કોર્ટમાં યુક્રેનને મળી જીત, ન્યાયાલયે કહ્યું- તત્કાલ હુમલા રોકે રશિયા

Russian Ukraine Dispute in ICJ: આંતરરાષ્ટ્રીય કોર્ટે કહ્યુ કે યુક્રેન વિવાદમાં રશિયા તરફથી કોઈપણ પક્ષ દખલ ન આપે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે કોર્ટનો જે પણ નિર્ણય હશે તે બધાએ માનવો પડશે. 
 

ICJ on Russia-Ukraine War: આંતરરાષ્ટ્રીય કોર્ટમાં યુક્રેનને મળી જીત, ન્યાયાલયે કહ્યું- તત્કાલ હુમલા રોકે રશિયા

કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે 21 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હવે તેના પર આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે બુધવારે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે રશિયા યુક્રેન પર પોતાના હુમલા તત્કાલ રોકે. આઈસીજેએ પોતાના આદેશમાં કહ્યું કે રશિયા અને યુક્રેન યુદ્ધ વિવાદને આગળ ન વધારે. મામલાની સુનાવણી કરનાર જજે કહ્યું કે યુક્રેનમાં રશિયાના બળ પ્રયોગને લઈને આંતરરાષ્ટ્રીય ન્યાયાલય ખુબ ચિંતિત છે. હવે તે જોવાનું રહેશે કે રશિયા આઈસીજેના આ આદેશનું પાલન કરશે કે નહીં. 

આઈસીજેએ બુધવારે કહ્યું કે તે યુક્રેનમાં રશિયા તરફથી બળ પ્રયોગ પર ખુબ ચિંતિત છે, જેણે આંતરરાષ્ટ્રીય કાયદાના ખુબ ગંભીર મુદ્દાને જન્મ આપ્યો છે. જજ જોઆન ડોનોગ્યૂએ અદાલતનો ચુકાદો વાંચતા કહ્યું કે યુક્રેનમાં થઈ રહેલી માનવ ત્રાસદીથી આ અદાલત સંપૂર્ણ પણે માહિતગાર છે. કોર્ટે રશિયા અને યુક્રેનને હાલના વિવાદને આગળ ન વધારવાનો આદેશ આપ્યો છે. અદાલતે કહ્યુ કે રશિયા તરફથી કોઈપણ પક્ષ તેમાં દખલ ન આપે. કોર્ટ જે પણ ચુકાદો હશે તે બધા માટે બાધ્યકારી હશે. 

— Володимир Зеленський (@ZelenskyyUa) March 16, 2022

ઝેલેન્સ્કી બોલ્યા- અમે જીત હાસિલ કરી છે
આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણય પર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યુ કે, આઈસીજેમાં રશિયા વિરુદ્ધ પોતાના મામલામાં યુક્રેને જીત હાસિલ કરી છે. આઈસીજીએ હુમલાને તત્કાલ રોકવાનો આદેશ આપ્યો છે. આ આદેશ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે બાધ્યકારી છે. રશિયાએ તત્કાલ તેનું પાલન કરવું જોઈએ. કોર્ટના આદેશની અવમાનના રશિયાને વધુ અલગ કરી દેશે. 

જો રશિયાએ કોર્ટનો નિર્ણય ન માન્યો તો શું થશે?
જો કોઈ દેશ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના કોઈ આદેશનું પાલન કરવાથી ઈનકાર કરે છે તો આઈસીજેના ન્યાયાધીશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે તેના પર કાર્યવાહી કરવાની માંગ કરી શકે છે, જ્યાં રશિયાને વીટો પાવર છે. યુક્રેને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશોને રશિયાને સૈન્ય કાર્યવાહી તત્કાલ બંધ કરવાનો આદેશ આપવાની વિનંતી કરી હતી. આ પહેલાં આંતરરાષ્ટ્રીય ન્યાયલયમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લઈને 7 માર્ચે સુનાવણી થઈ હતી. આ સુનાવણીનો રશિયાએ બહિષ્કાર કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news