સવર્ણ અનામત : આ તો SC,ST, OBCના અધિકાર પર પડેલી ધાડ છે... જાણો કોણે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતે બપોરે 12 વાગ્યે 124માં સંવિધાન સંશોધન બિલને રાજ્યસભામાં રજુ કર્યું હતું

સવર્ણ અનામત : આ તો SC,ST, OBCના અધિકાર પર પડેલી ધાડ છે... જાણો કોણે શું કહ્યું?

નવી દિલ્હી : જનરલ કોટા બિલ મંગળવારે લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું. ચર્ચા ચાલુ થતાની સાથે જ વિપક્ષે હોબાળો ચાલુ કરી દીધો. લોકસભામાં બિલનું સમર્થન કરનારી કોંગ્રેસે ઉચ્ચ સદનમાં સરકારની ઉતાવળ સામે સવાલ ઉઠાવ્યા. બપોરે 12.40 વાગ્યે સદનની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગીત કરી દેવામાં આવી. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતે બપોરે 12 વાગીને 2 મિનિટે 124માં સંવિધાન સંશોધન બિલને રાજ્યસભામાં રજુ કર્યું. આ દરમિયાન ડીએમકે સાંસદ કનીમોઝીએ બિલને સિલેક્ટ કમિટીને મોકલી આપવાની માંગ કરી હતી. 

બિલ રજુ કરતા સમયે થાવર ચંદ ગહલોત
બિલને રજુ કરતા ગહલોતે કહ્યું કે, આ ઐતિહાસિક બિલને લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે અને તેને આજે રજુ કરું છું આ પાસ કરવુ ખુબ જ જરૂરી છે. આ બિલ આર્થિક આધારે અનામત આપવા માટે છે. આ વિધેયક સામાન્ય વર્ગનાં ગરીબોનાં શૈક્ષણીક અને રોજગાર સંબંધીત સશક્તિકરણ માટે લાવવામાં આવ્યું છે. 

અસમના સાંસદ અને ભુવનેશ્વર કલિતાએ ગહલોતનાં ભાષણને વચ્ચેથી અટકાવતા એનઆરસી મુદ્દે ગૃહમંત્રી રાજનાથનાં નિવેદનની માંગ કરી. આ અંગે સંસદીય કાર્યમંત્રી વિજય ગોયલે કહ્યું કે, પૂર્વોત્તરના મુદ્દે ગૃહમંત્રી 2 વાગ્યે સદનમાં નિવેદન આપી શકે છે. ત્યાર બાદ ગહલોતે ફરીથી ભાષણ ચાલુ કર્યું. જો કે આ દરમિયાન વિપક્ષનો હોબાળો, નારેબાજી વગેરે પ્રવૃતી ચાલુ જ રહી હતી.

ગહલોતે કહ્યું કે, આર્ટિકલ 15માં એક સબ આર્ટિકલ 6 જોડવામાં આવી રહ્યું છે. આ પ્રકારનાં આર્ટિકલ 16માં પણ એક વધારાનું સબઆર્ટીકલ જોડવામાં આવી રહ્યું છે. તે અગાઉ પણ અનેક સરકારોએ સમયાંતરે તેનો પ્રયાસ કર્યો હતો, જો કે સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધું હતું. આનું કારણ હતું કે સંવિધાનમાં આર્થિક આધારે અનામતનું પ્રવધાન નહોતું. હવે સંશોધન દ્વારા પહેલીવાર તેનું પ્રાવધાન કરવામાં આવ્યું.

બિલનું સમર્થન પરંતુ ખોટી રીતે વધારવામાં આવ્યું સત્ર: આનંદ શર્મા, કોંગ્રેસ
કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ કહ્યું કે, તેમની પાર્ટી બિલનાં સમર્થનમાં છે, જો કે તે પ્રકારે સત્રને વધારવામાં આવ્યું તે ખોટું છે. શર્માએ કહ્યું કે, પોણાપાંચ વર્ષ બાદ સરકારની ઉંધ ઉડી છે અને તે શ્રેય લેવાનાં પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, સરકાર રાજનીતિ કરી રહી છે અને તે દેશને ગુમરાહ કરવાનાં પ્રયાસો પણ કરી રહી છે. 

આ બિલ અડધી રાત્રે કરવામાં આવેલી ધાડ 
આરજેડીનાં સાંસદ મનોઝ ઝાએ આ અંગે બોલતા કહ્યું કે, આ સંવિધાનનાં મુળભુત ઢાંચા સાથેની રમત છે. તેમણે કહ્યું કે, એસસી-એસટી અને ઓબીસીનાં હક પર આ એક પ્રકારની ધાડ છે. રાજદના સાંસદોએ આ બિલનો ખુલ્લો વિરોધ કર્યો હતો. રાજદે કહ્યું કે આ બિલ અયોગ્ય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news