Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થી પર બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, પૂજા દરમિયાન કરો આ કામ

Ganesh Chaturthi 2022 Date: ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિ આ 3 રાશિઓ પર મહેરબાન રહેશે. તેમની કૃપા મેળવવા માટે પૂજા દરમિયાન આ કામ જરૂર કરો. 

Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થી પર બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, પૂજા દરમિયાન કરો આ કામ

નવી દિલ્હીઃ Ganesh Chaturthi 2022 effect on zodiac sign: ગણેશ ચતુર્થી પર્વ ભગવાન ગણપતિને સમર્પિત હોય છે. આ તહેવાર દર વર્ષે ભાદરવા શુદ ચોથના દિવસે મનાવવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થીની ઉજવણી 31 ઓગસ્ટે કરવામાં આવશે. આ ગણેશ ચતુર્થી આ રાશિ માટે ખુબ ખાસ થવાની છે, કારણ કે આ રાશિના જાતકો પર ભગવાન ગણપતિની અતિ કૃપા રહેશે. તેમની કૃપાથી દરેક દુખ દૂર થશે. ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે. તેથી ગણેશની પૂજા દરમિયાન આ કામ જરૂર કરવા જોઈએ. 

ગણેશ ચતુર્થી પર કરો આ ખાસ ઉપાય
- ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ગણેશ ચતુર્થીના દિવસે ગોળની 21 નાની ગોળીઓ બનાવો. આ ગોળીઓ દુર્વા સાથે ગણેશજીના ચરણોમાં અર્પણ કરો. ગણેશજીની કૃપાથી દરેક મનોકામના પૂર્ણ થશે. 

- ગણેશ ચતુર્થીના દિલસે સ્નાન વગેરે કરી ભગવાન ગણેશની વિધિવત પૂજા કરો અને ગોડમાં શુદ્ધ ઘી મિક્સ કરી ભોગ ધરાવો. ત્યારબાદ તેને કોઈ ગાયને ખવડાવી દો. ભગવાનની કૃપાથી અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે.

- સ્વચ્છ પીળા કપડામાં 11 ગાંઠ દુર્વા અને એક ગાંઠ હળદર લઈને એક પોટલી બનાવો. આ પોટલીને ગણેશ ચતુર્થીથી લઈને આગામી 100 દિવસ સુધી તેની પૂજા કરો. 10મા દિવસે પૂજા કર્યા બાદ તેને તિજોરીમાં રાખો. ક્યારેય પૈસાની કમી થશે નહીં.

આ રાશિ પર ગણેશ ભગવાન રહેશે મહેરબાન
કર્ક રાશિઃ
ભગવાન ગણેશની કર્ક રાશિના જાતકો પર વિશેષ કૃપા રહેશે. તેમની કૃપાથી નોકરીમાં પ્રગતિ અને વેપારમાં નફો થશે. 

વૃશ્ચિક રાશિઃ ભગવાન ગણેશની કૃપાથી નવી નોકરીની તક મળી શકે છે. જે લોકો નોકરી કરી શકે છે તેને પ્રમોશન મળી શકે છે. વ્યાપારમાં વૃદ્ધિ થશે અને નવા વ્યાવસાયિક સંબંધ બની શકે છે. 

તુલા રાશિઃ તેને વ્યાપાર અને કરિયરમાં સારી સફળતા મળી શકે છે. તેના તમામ કામ કોઈ વિઘ્ન વગર પૂરા થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news