TATA Group ના આ 3 રૂપિયાના શેરે આપ્યું છપ્પરફાડ રિટર્ન, એક લાખને 169 કરોડ બનાવ્યા

જો તમારી પાસ કોઈ પણ સ્ટોકમાં પૈસા લગાવવાનો પ્લાન છે કે પછી તમે પણ આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમને એક એવા સ્ટોક વિશે જણાવીશું જેણે રોકાણકારોના એક લાખ રૂપિયાને કરોડો નહીં પરંતુ અબજોમાં ફેરવી દીધા છે. શેર બજારમાં પેની સ્ટોક્સ ઉપરાંત લાર્જ કેપ શેર્સે પણ બંપર રિટર્ન આપ્યું છે. 

TATA Group ના આ 3 રૂપિયાના શેરે આપ્યું છપ્પરફાડ રિટર્ન, એક લાખને 169 કરોડ બનાવ્યા

Multibagger Stock: જો તમારી પાસ કોઈ પણ સ્ટોકમાં પૈસા લગાવવાનો પ્લાન છે કે પછી તમે પણ આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમને એક એવા સ્ટોક વિશે જણાવીશું જેણે રોકાણકારોના એક લાખ રૂપિયાને કરોડો નહીં પરંતુ અબજોમાં ફેરવી દીધા છે. શેર બજારમાં પેની સ્ટોક્સ ઉપરાંત લાર્જ કેપ શેર્સે પણ બંપર રિટર્ન આપ્યું છે. 

2611 રૂપિયા પહોંચી ગયો ટાઈટનનો શેર
અમે તમને આજે રાકેશ ઝૂનઝૂનવાલાના પસંદગીના સ્ટોક ટાઈટન વિશે વાત કરી રહ્યા છીએ. આ શેરની  કિંમત 3 રૂપિયાથી વધીને 2611 રૂપિયા પહોંચી ગઈ છે. ગત 20 વર્ષોમાં આ શેરે 16900 ગણું બંપર રિટર્ન આપ્યું છે. આ સ્ટોક ટાટા ગ્રુપનો છે. ટાઈટને રોકાણકારોને શોર્ટ અને લોંગ ટર્મ બંનેમાં સારું રિટર્ન આપ્યું છે. પ્રીમિયમ રોકાણકારોની પસંદ ટાઈટનનો શેર છે. આ સ્ટોકે રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. 

શેર હોલ્ડર્સને બોનસ શેર પણ આપ્યા
કંપનીએ શેરહોલ્ડર્સને બોનસ શેર પણ આપ્યા છે. મંગળવારે કારોબારી સત્રમાં આ શેર 2600 રૂપિયાથી ઉપર કારોબાર કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો શેરે લગભગ 39 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા 30 ઓગસ્ટ 2021ના રોજ આ શેરની કિંમત 1878.45 રૂપિયા હતી. હવે વધીને 2600ને પાર કરી ગઈ છે. 

પાંચ વર્ષમાં 325 ટકાનો ગ્રોથ
1 સપ્ટેમ્બર 2017ના રોજ શેરનો ભાવ 613 રૂપિયા હતો જે 30 ઓગસ્ટ 2022ના રોજ વધીને 2611 રૂપિયા થઈ ગયો. ગત પાંચ વર્ષમાં તેણે રોકાણકારોને 325 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શેર લગભગ 2000 રૂપિયા વધી ગયો છે. 

20 વર્ષ  પહેલા ભાવ
ટાઈટનના શેરનો 20 વર્ષ પહેલા 13 સપ્ટેમ્બર 2001ના રોજ ભાવ 3 રૂપિયા હતો. હવે આ શેર વધીને 2600 રૂપિયા પાર ચાલી રહ્યો છે. આ દરમિયાન શેરના ભાવ અનેક ગણા વધી ગયા. રોકાણકારોને થયેલી કમાણીમાં શેરની કિંમતમાં વધારો થવાથી થયેલી કમાણી સાથે બોનસ શેર પણ સામેલ રહ્યા. કંપનીએ આ સમયગાળામાં પણ  10:1 સ્ટોક સ્પ્લિટ અને 1:1 બોનસ શેરની જાહેરાત કરેલી છે. 

એક લાખના થઈ ગયા 169 કરોડ
જો કે કોઈ પણ રોકાણકારને સ્ટોક સ્પ્લિટથી કમાણી થતી નથી. પરંતુ સ્ટોક સ્પ્લિટ થવાથી શેરના યુનિટ વધી જાય છે અને રોકાણકારના ઈનપુટ ખર્ચ ઓછા થઈ જાય છે. ટાટા ગ્રુપે જૂન 2011માં 10:1 સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી. જેનો ફાયદો જે રોકાણકારોએ ઓગસ્ટ 2002 કે તે પહેલા ટાઈટનના શેર ખરીદ્યા હતા તેમનો મળ્યો. જો કોઈએ 20 વર્ષ પહેલા આ શેરને 3 રૂપિયાના લેવલ પર ખરીદ્યો હોત તો તેના એક લાખ રૂપિયા આજે 169 કરોડમાં ફેરવાઈ ગયા હોત. 

(Disclaimer: કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા એક્સપર્ટ પાસેથી જાણકારી લેવી. ઝી 25 કલાક કોઈ પણ પ્રકારના રોકાણ માટે તમને સલાહ આપતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news