મુંબઇના જુહૂ ચોપાટી પર ચાર યુવકોનું ડુબી જવાના કારણે મોત

પાંચ યુવકો દરિયામાં ન્હાવા માટે પડ્યા હતા પરંતુ તે પૈકીના ચાર ડુબી ગયા હતા જ્યારે પોલીસે અન્ય એકને બચાવી લેવાયો હતો

મુંબઇના જુહૂ ચોપાટી પર ચાર યુવકોનું ડુબી જવાના કારણે મોત

મુંબઇ : સમુદ્રમાં નહાવા ગયેલા પાંચ યુવકો મુંબઇની જુહુ ચોપાટી બીચ પર ડુબી ગયા હતા. તેમાંથી એકને લાઇફ ગાર્ડસે બચાવી લીધા હતાજો કે બાકી ચારેયનું ડુબી જવાના કારણે મોત નિપજ્યું હતું. મુબઇના જુહૂ ચોપાટીમાં ગોદરેજ બંગ્લો પાસે સિલ્વ બ્રિજ પર પાંચ યુવક સમુદ્રમાં તરવા માટે નહાવા માટે ગયા હતા. આ યુવકોમાં ચારની ઉંમર 17 વર્ષના આશરે અને એકની ઉંમર 22 વર્ષ હોવાનું જણાવાઇ રહ્યું છે. નહાતા સમયે આ પાંચે ડુબવા લાગ્યા હતા.
 
લાઇફ ગાર્ડ્સે ઘણા પ્રયત્નો બાદ એક યુવકનો જીવ બચાવ્યો હતો. જો કે બાકી ચારેય ડુબી ગયા હતા. બચાવાયેલ યુવકનું નામ વસીમ ખાન (22) હોવાનું જણાવાઇ રહ્યું છે. પોલીસનાં અનુસાર બાકીના ચારેય યુવકોના શબ શોધવામાટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા જો કે હજી સુધી આ અંગે કોઇ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી. ઉપરાંત આ યુવકોની ઓળખ પણ થઇ શકી નથી. પોલીસ દ્વારા બચાવાયેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં વારંવાર થઇ રહેલા પરિવર્તનનાં કારણે દરિયો પણ ગાંડોતુર બન્યો છે જેના પગલે હવામાન વિભાગ દ્વારા દરિયા ખેડૂને પણ દરિયામાં નહી ઉતરવા માટે મનાઇ કરી દીધી છે. ઉપરાંત મુંબઇના દરિયા કિનારે પણ લોકોને દરિયામાં નહી જવા માટેની અપીલ કરી છે. ઉપરાંત પ્રખ્યાત જુહુ ચોપાટી અને અન્ય સ્થળો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news