LIVE સવર્ણ અનામત: NRCની આડમાં કોંગ્રેસનું લોકસભામાંથી વોકઆઉટ
વિધેયકને પાસ કરાવવાથી સંવિધાનમાં સંશોધન થઇ શકશે પછી તે સામાન્ય વર્ગોનાં ગરીબોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત મળશે
Trending Photos
નવી દિલ્હી : સરકારી નોકરીઓ અને શૈક્ષણીક સંસ્થાઓમાં સવર્ણ ગરીબોને 10 ટકા અનામત આપવા અંગે સંવિધાનમાં સંશોધન વિધેયકને આજે લોકસભામાં રજુ કરવામાં આવ્યું. લોકસભામાં આ બિલ પર બપોરે 2 વાગ્યે ચર્ચા ચાલુ થઇ. રાજનીતિક જાણકારોનાં અનુસાર કેન્દ્રનો પ્રયાસ રહેશે કે આજે જ સંશોધનને લોકસભામાં પાસ કરાવી લેવામાં આવે અને ત્યાર બાદ તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવે. આ કારણે હવે બુધવાર સુધી ઉપરી સદનનાં સત્રને વધારી દેવામાં આવ્યું છે.
સંસદનાં શીતકાલીન સત્રનો આજે 17મો દિવસ છે અને મંગળવારે લોકસભામાં આર્થિક રીતે નબળા સવર્ણોને 10 ટકા અનામત સાથે જોડાયેલુ સંવિધાન સંશોધન બિલ રજુ કરવામાં આવ્યું. કેબિનેટે ગત્ત દિવસોમાં જ આ નિર્ણય પર મહોર લગાવી. આ બિલને ધ્યાને રાખીને રાજ્યસભાના સત્રને એક દિવસ વધારે લંબાવી દેવામાં આવ્યું છે કારણ કે શીતકાલીન સત્ર આજે ખતમ થઇ રહ્યું છે.
02:27 PM 08-01-2019
કોંગ્રેસનું લોકસભામાંથી વોકઆઉટ
02:09 PM 08-01-2019
નાગરિકતા સંશોધન બિલ રજુ કરવામાં આવ્યું.
02:07 PM 08-01-2019
DNA ટેક્નોલોજી અંગેનું બિલ લોકસભામાંથી પસાર
01:55 PM 08-01-2019
અનામત બિલ અંગે બોલશે જેટલી
- DNA ટેક્નીક અંગેનું બિલ રજુ થયું.
- ટ્રેડ યૂનિયન બિલનો વિરોધ
- અનામત અંગે સરકારનો લિટમસ ટેસ્ટ થશે
- ટીએમસી સાંસદે કહ્યું કે, સિલ્ચરમાં જઇને વડાપ્રધાન હિન્દુઓને નાગરિકતા આપવાની વાત કરે છે અને આજે અહી સાંસદમાં આવીને નથી બેસતા, તેમણે કહ્યું કે, બીજી તરફ વડાપ્રધાન NRCનું નામે લોકોની નાગરિકતા લેવાનું કામ કરી રહ્યા છે. અહીં ભાજપની શૈતાની રાજનીતિ છે અને લોકોને વહેંચીને રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. રાયે કહ્યું કેઆ બિલને પરત લાવવામાં આવે, જો એવું ન હોય તો બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે.
- સૌગાત રાયે કહ્યું કે, આ બિલમાં હિન્દૂ, પારસી બૌદ્ધ શીખનો ઉલ્લેખ છે, તેનો ધર્મનિરપેક્ષ બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, અમારી માંગણી હતી કે બાંગ્લાદેશ શરણાર્થીઓને આ બિલમાં સમાવેશ કરવામાં આવે પરંતુ કમિટીએ અમારી માંગને ફગાવી દીધી છે. બિલમાં માત્ર પાકિસ્તાન, બાંગ્લાદેાશ અફઘાનિસ્તાનનું નામ શું છે. તેમાં નેપાળ અને શ્રીલંકાનું નામ હોય કારણ કે અન્ય દેશો આગામી દરેક ધર્મના લોકોને પોતાનાં દેશમાં પનાહ આપવી જોઇએ.
- કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ અસમની સ્થિતીનો હવાલો ટાંકતા આ બિલને ફરીથી સેલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગ કરી છે. એવું નહી થવાથી કોંગ્રેસે લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
- ગૃહમંત્રી રાજથાન સિંહનાં નિવેદન દરમિયાન વિપક્ષાં લોકો દ્વારા સતત હોબાળો અને નારેબાજી કરવામાં આવી. બિલનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે આ અમારી સંસ્કૃતી અને સંવિધાનની વિરુદ્ધ છે.
કેન્દ્રીય કેબિનેટે સોમવારે સવર્ણ જાતીઓનાં ગરીબો માટે શિક્ષણ અને રોજગારમાં 10 ટકાનું અનામત આપવાનો નિર્ણય લીધો છે. જો કે આ નિર્ણયને લાગુ કરવા માટે સરકારને સંવિધાનમાં સંશોધન કરવું પડશે કારણ કે પ્રસ્તાવિત અનામત અનુસૂચિત જાતીઓ (એસસી), અનુસુચિત જનજાતી (એસટી) અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને મળી રહેલા અનામતનાં 50 ટકા સીમાથી વધારે હશે. એટલે કે આર્થિક રીતે નબળા તબક્કાને અનામત લાગુ થઇ જવાથી આ આંકડો વધીને 60 ટકા થઇ જશે.
આ પ્રસ્તાવ પર અમલ માટે સંવિધાન સંશોધન વિધેયક સંસદમાં પસાર કરાવવાની જરૂર પડશે. કારણ કે સંવિધાનમાં આર્થિક આધાર પર અનામતનું કોઇ જ પ્રાવધાન નથી. તેના માટે સંવિધાનના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં જરૂરી સંશોધન કરવા પડશે.
વિધેયક એક વખત પસાર થઇ ગયા બાદ સંવિધાનમાં સંશોધન થઇ જશે અને પછી સામાન્ય વર્ગોનાં ગરીબોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત મળી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઇંદિરા સાહની મુદ્દે પોતાનાં ચુકાદામાં અનામત પર 50 ટકાની સીમા નક્કી કરી દીધી હતી. સરકારી સુત્રોએ જણાવ્યું કે, પ્રસ્તાવિત સંવિધાન સંશોધનમાં વધારાનાં ક્વોટાનો રસ્તો સાફ થઇ જશે. સરકારનું કહેવું છે કે અનામત આર્થિક રીતે નબળા લોકોને આપવામાં આવશે. જેઓ હાલ કોઇ જ અનામતનો લાભ નથી મળી રહ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે