Bharat Ratna Award: ચૌધરી ચરણ સિંહ, નરસિંહા રાવ, MS સ્વામીનાથનને મળશે ભારત રત્ન સન્માન

 Bharat Ratna Award 2024: પૂર્વ પીએમ નરસિંહા રાવ, ચૌધરી ચરણ સિંહ અને વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન સન્માનથી નવાજવામાં આવશે.થોડા દિવસ પહેલા જ સરકારે બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુર અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન સનમાન આપવાની જાહેરાત કરી હતી. 

Bharat Ratna Award: ચૌધરી ચરણ સિંહ, નરસિંહા રાવ, MS સ્વામીનાથનને મળશે ભારત રત્ન સન્માન

Bharat Ratna Award: દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ, આર્થિક સુધારાના જનક પીવી નરસિંહા રાવ અને જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન સન્માનથી નવાજવામાં આવશે. પીએમ મોદીએ આજે ટ્વીટ કરીને આ જાણકારી આપી. થોડા દિવસ પહેલા જ સરકારે બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુર અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન સનમાન આપવાની જાહેરાત કરી હતી. 

ચોધરી ચરણ સિંહને ભારત રત્ન
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અતુલ્ય યોગદાનને સમર્પિત છે. તેમણે ખેડૂતોના હક અને તેમના કલ્યાણ માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું. યુપીના મુખ્યમંત્રી રહ્યા હોય કે પછી દેશના ગૃહમંત્રી એટલે સુધી કે એક વિધાયક તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને ગતિ આપી. તેઓ ઈમરજન્સીના વિરોધમાં પણ ડટીને ઊભા રહ્યા. આપણા ખેડૂત ભાઈ બહેનો માટે તેમનો સમર્પણ ભાવ અને ઈમરજન્સી દરમિયાન લોકતંત્ર માટે તેમની પ્રતિબદ્ધતા સમગ્ર દેશને પ્રેરિત કરનારી છે. 

— Narendra Modi (@narendramodi) February 9, 2024

અત્રે જણાવવાનું કે આરએલડીના ચીફ જયંત સિંહના દાદા અને ખેડૂતોના મસીહા તથા પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને ઘણા સમયથી ભારત રત્ન આપવાની માંગણી ઉઠી રહી હતી. પીએમ મોદીના એલાન પર જયંત ચૌધરીએ પોસ્ટ કરીને લખ્યું કે 'દિલ જીતી લીધા.'

— Jayant Singh (@jayantrld) February 9, 2024

નરસિંહા રાવને ભારત રત્ન
કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરતા પીએમ મોદીએ લખ્યું કે 'એ જણાવતા ખુશી થઈ રહી છે કે આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી  પીવી નરસિંહા રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજનેતા તરીકે, નરસિંહા રાવે વિવિધ પદો પર રહીને શાનદાર રીતે ભારતની સેવા કરી છે. તેમણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી, અને અનેક વર્ષો સુધી સંસદ તથા વિધાનસભા સભ્ય ત રીકે કરેલા કાર્યો માટે સમાન રીતે યાદ કરવામાં આવે છે. તેમનું દુરંદર્શી નેતૃત્વ ભારતને આર્થિક રીતે ઉન્નત બનાવવા, દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે એક નક્કર પાયો રાખવામાં મદદરૂપ હતો.'

As a distinguished scholar and statesman, Narasimha Rao Garu served India extensively in various capacities. He is equally remembered for the work he did as… pic.twitter.com/lihdk2BzDU

— Narendra Modi (@narendramodi) February 9, 2024

પીએમ મોદીએ વધુમાં લખ્યું કે પ્રધાનમંત્રી તરીકે નરસિંહા રાવનો કાર્યકાળ મહત્વપૂર્ણ પગલાં ભરવા માટે જાણીતો છે જેમણે ભારતને વૈશ્વિક બજારો માટે ખોલી દીધુ. જેનાથી આર્થિક વિકાસના એક નવા યુગને પ્રોત્સાહન મળ્યું. આ ઉપરાંત ભારતની વિદેશ નીતિ, ભાષા અને શિક્ષણ ક્ષેત્રોમાં તેમનું યોગદાન એક એવા નેતા તરીકે તેમની  બહુમુખી વારસાને રેખાંકિત કરે છે જેણે માત્ર મહત્વપૂર્ણ બદલાવોના માધ્યમથી દેશને માત્ર આગળ વધાર્યો એટલું નહીં પરંતુ તેના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાને પણ સમૃદ્ધ કર્યો. 

ભારતીય કૃષિને બદલી નાખી સ્વામીનાથને- મોદી
પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો એમએસ સ્વામીનાથનને યાદ કરતા પીએમ મોદીએ લખ્યું કે આ ખુબ જ આનંદની વાત છે કે ભારત સરકાર કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં આપણા દેશમાં તેમના ઉલ્લેખનીય યોગદાન માટે ડો. એમ એસ સ્વામીનાથનજીને ભારત રત્નથી સન્માનિત કરી રહી છે. તેમણે પડકારરૂપ સમય દરમિયાન ભારતને ખેતીમાં આત્મનિર્ભરતા મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને ભારતીય ખેતીને આધુનિક બનાવવાની દિશામાં ઉત્કૃષ્ટ પ્રયત્નો કર્યા. 

— Narendra Modi (@narendramodi) February 9, 2024

તેમણે લખ્યું કે આપણે એક અન્વેષક અને સંરક્ષક તરીકે અનેક વિદ્યાર્થીઓ વચ્ચે શીખવા અને અનુસંધાનને પ્રોત્સાહિત કરનારા તેમના અમૂલ્ય કામને જાણીએ છીએ. ડો. સ્વામીનાથનના દુરંદર્શી નેતૃત્વએ માત્ર ભારતીય કૃષિને જ નથી બદલી પરંતુ દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરી. તેઓ એવા વ્યક્તિ હતા જેમને હું નીકટથી જાણતો હતો અને મે હંમેશા તેમની અંતરદ્રષ્ટિ અને ઈનપુટને મહત્વ આપ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news