ખટ્ટર-દુષ્યંતના શપથ સમારોહમાં હાજરી આપ્યા બાદ બોલ્યા હુડ્ડા- જેજેપીએ જનાદેશનું અપમાન કર્યું

ભાજપ અને જેજેપીની ગઠબંધન સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજર કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા નાખુશ જોવા મળ્યા હતા. તેમણે આ સરકારને સ્વાર્થ આધારિત ગણાવી છે. 

ખટ્ટર-દુષ્યંતના શપથ સમારોહમાં હાજરી આપ્યા બાદ બોલ્યા હુડ્ડા- જેજેપીએ જનાદેશનું અપમાન કર્યું

ચંદીગઢઃ હરિયાણામાં સતત બીજીવાર મુખ્યપ્રધાન બનેલા મનોહર લાલ ખટ્ટરે દિવાળીના તહેવારપર ચંદીગઢમાં શપથ લીધા હતા. આ સિવાય જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતા. ભાજપ અને જેજેપીની આ ગઠબંધન સરકારના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા પણપહોંચ્યા અને લોકતંત્રની શાનદાર તસવીર રજૂ કરી હતી. પરંતુ જતા-જતા તે જેજેપી સામે નારાજગી પણ વ્યક્ત કરતા ગયા હતા. તેમણે ભાજપને જેજેપીના સમર્થનને જનાદેશનું અપમાન ગણાવ્યું હતું. 

હુડ્ડાનું કહેવું હતું, 'આ ગઠબંધન મત કોઈને, સમર્થન કોઈને'ના આધાર પર બન્યું છે. આ સરકાર સ્વાર્થ પર આધારિત છે. જેજેપીએ જનાદેશનું અપમાન કર્યું છે. અમારી પાર્ટીમાં થયેલા ફેરફાર બાદ અમારી પાસે ઓછો સમય હતો. જો આ ફેરફાર પહેલા થયા હોત તો પરિણામ જૂદુ આવી શક્યું હોત. 

ઉલ્લેખનીય છે કે હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં હરિયાણામાં ભાજપને 40 સીટો મળી હતી તો કોંગ્રેસના ખાતામાં 31 બેઠકો આવી હતી. પરંતુ મોટો અપસેટ સર્જયો દુષ્યંત ચૌટાલાની જેજેપીએ જેને 10 સીટ મળી હતી. બહુમત માટે જરૂરી 46 સીટોનો આંકડો મેળવવામાં જેજેપીની મહત્વની ભૂમિકા જોતા હુડ્ડાએ પણ તેમની તરફ હાથ આગળ વધાર્યો હતો પરંતુ દુષ્યંતે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય લીધો હતો. 

બાદલે કરી પ્રશંસા
પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલે ભાજપ અને જેજેપી દ્વારા હરિયાણાની જનતાના જનાદેશનું સન્માન કરતા ગઠબંધનની પ્રશંસા કરી છે. ભાજપ-જેજેપી ગઠબંધનને શુભેચ્છઆ આપતા અકાલી દળના સંરક્ષક અને પાંચ વખતના પૂર્વ મુખ્યપ્રધાન બાદલે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે બંન્ને પાર્ટીઓ ગરીબોના કલ્યાણ તથા સામાજીક સદભાવના માટે કામ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news