બીજા દિવસે બોક્સ ઓફિસ પર 'હાઉસફુલ 4'ની ધમાલ, કરી આટલા કરોડની કમાણી

આ ફિલ્મ સાજીદ નાડિયાડવાલાની નાડિયાડવાલા ગ્રેન્ડસન એન્ટરટેઇનમેન્ટ ગ્વાર પ્રસ્તુત અને નિર્મિત છે. તો ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા સહ-નિર્મિત છે. 
 

બીજા દિવસે બોક્સ ઓફિસ પર 'હાઉસફુલ 4'ની ધમાલ, કરી આટલા કરોડની કમાણી

નવી દિલ્હીઃ બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'હાઉસફુલ 4 (Housefull 4)' 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. ફરહાદ સામજી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ  'હાઉસફુલ 4 (Housefull 4)' એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર સિવાય કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ મુખ્ય ભૂમિકામાં છે. 

હવે ફિલ્મનું બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે લોકો આ ફિલ્મને પસંદ કરી રહ્યાં છે. બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર  'હાઉસફુલ 4 (Housefull 4)' પ્રથમ દિવસે જ્યાં 18.50 કરોડની કમાણી કરી હતી તો બીજા દિવસે ફિલ્મએ લગભગ 18 કરોડ કમાયા છે. આ પ્રમાણે ફિલ્મએ બે દિવસમાં કુલ 36.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

તેમાં કોઈ શંકા નથી કે ફિલ્મ કોમેડીથી ભરપૂર છે. શરૂઆતથી લઈને ફિલ્મના અંત સુધી તમે તમારૂ હસવું રોકી શકશો નહીં. ફિલ્મમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ સિવાય તમામ સપોર્ટિંગ સ્ટારનો અભિનય પણ પ્રશંસાને પાત્ર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news