લીક થયો Redmi Note 8Tનો ફોટો, જાણો શું છે ખાસ
લીક પિક્સર જોઈને કહી શકાય છે કે આ ફોન વાઇટ કલરના બોક્સમાં આવશે. બોક્સના ફ્રન્ટમાં ફોનના તમામ કલર વેરિયન્ટને હાઈલાઇટ કરવામાં આવ્યા છે. ફોનનું નામ બોક્સની નીચે અને સાઇડમાં આપવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ OnePlusની જેમ Xiaomi પણ 'T' સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરવાની રાહ પર છે. આ સિરીઝ હેઠળ કંપની પહેલો ફોન Redmi Note 8T લોન્ચ કરવાની છે. બેસ મોડલ બાદ ટી સિરીઝ કે આવી અન્ય સિરીઝ હેઠળ લોન્ચ થનારા ફોનમાં ઘણા નવી ફીચર અને સારી સ્પેસિફિકેશન્સ મળે છે, પરંતુ રેડમી 8Tની સાથે આમ નથી.
સોશિયલ મીડિયા પર લીક થયો ફોટો
કંપનીએ તેમાં બેસ મોડલ એટલે કે Redmi Note 8થી અલગ માત્ર એક ફીચર એડ કર્યું છે. તે ફીચર છે NFC સપોર્ટ. હાલમાં આ ફોનના કેટલાક લાઇવ ફોટો લીક થઈ ગયા. તેને જાણીતા લીકર શુધાંશુ અંભોરેએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યાં છે.
4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ ઓપ્શન
લીક પિક્સર જોઈને કહી શકાય છે કે આ ફોન વાઇટ કલરના બોક્સમાં આવશે. બોક્સના ફ્રન્ટમાં ફોનના તમામ કલર વેરિયન્ટને હાઈલાઇટ કરવામાં આવ્યા છે. ફોનનું નામ બોક્સની નીચે અને સાઇડમાં આપવામાં આવ્યું છે. ફોન 4 જીબી રેમ અને 64 જીબીના સ્ટોરેજ સાથે આવશે.
Here are some live images of #Xiaomi Redmi Note 8T. pic.twitter.com/VsSC5zXhg8
— Sudhanshu Ambhore (@Sudhanshu1414) October 26, 2019
48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો
ફોનના અન્ય સ્પેસિફિકેશન્સ વિશે વાત કરીએ તો તેમાં 6.3 ઇંચની ડોટ ડ્રોપ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનના ફ્રન્ટ અને બેક પેનલ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શનની સાથે આવે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો AI પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. બેક પેનલ પર એક અલ્ટ્રા વાઇડ એન્ગલ અને એક મેક્રો લેન્સ પણ છે.
4,000mAhની છે બેટલીક
ફોનની સ્ક્રીન પર લાગેલા સ્ટિકર પર તેના મહત્વના સ્પેસિફિકેશન્સની જાણકારી આપવામાં આવી છે. સ્ટિકરના હિસાબથી ફોન 4,000mAhની બેટરીની સાથે આવશે. ચાર્જિંગ માટે ફોનમાં યૂએસબી- ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યો છે. આ મલ્ટીફંક્શનલ એનએફસી સપોર્ટ અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 665 AIE પ્રોસેસરની સાથે આવે છે.
ચીનની બહાર થશે વેચાણ
લીડ ફોટોમાં ફોનના બોટમમાં ઓડિયો જેક, માઇક્રોફોન, યૂએસબી પોર્ટ અને સ્પીકર ગ્રિલ આપવામાં આવ્યું છે. ફોન ટ્રાન્સપરેન્ડ, સોફ્ટ કેસ, ટાઇપ સી કેબલ અને ચાર્જરની સાથે આવે છે. કંપની રેડમી નોટ 8Tને ચીનની બહાર ઉપલબ્ધ કરાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે