કાશ્મીરમાં વધારે જવાનોની તહેનાતી સુરક્ષા ઉપાય, સંવૈધાનિક પરિવર્તનની માહિતી નથી

જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે નેશનલ કોન્ફરન્સનાં એક પ્રતિનિધિમંડળને શનિવારે જણાવ્યું કે, રાજ્યને સંવૈધાનિક પ્રાવધાનમાં કોઇ જ પરિવર્તન અંગે માહિતી નથી

કાશ્મીરમાં વધારે જવાનોની તહેનાતી સુરક્ષા ઉપાય, સંવૈધાનિક પરિવર્તનની માહિતી નથી

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પહેલા હજારો વધારાનાં જવાનોને ફરજ પર હાજર કરવા અને પછી અમરનાથ યાત્રા પર આતંકવાદી ખતરાને ધ્યાને રાખી શ્રદ્ધાળુઓ અને પર્યટકોને ઝડપથી ખીણમાંથી નિકળવા સંબંધિત સિક્યોરિટી એડ્વાઇઝરી દ્વારા ત્યાં તમામ પ્રકારની અફવા ફેલાઇ રહી છે. ખીણમાં અનેક પ્રકારની અફવા માહિતી ફેલાઇ રહી છે, જેના સક્ષમ અધિકારીઓ દ્વારા ખંડન થઇ રહ્યું છે. પોતે ગવર્નર સત્યપાલ મલિકે ગત્ત 24 કલાકમાં 2 વખથ કાશ્મીરીઓને અપીલ કરી છે કે તેઓ અફવા પર ધ્યાન ન આપે. શનિવારે રાજભવને સ્પષ્ટ જણાવ્યું કે, જવાનોને ફરજ પર સુરક્ષાનાં ઉદ્દેશ્યથી મોકલાયા છે. સંવૈધાનિક પ્રાવધાનમાં પરિવર્તન જેવી કોઇ જ વાત નથી.

Jio GigaFiber નું ટુંક સમયમાં લોન્ચિંગ, અકલ્પનીય પ્લાનથી બજારમાં આવશે ભુકંપ
જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે નેશનલ કોન્ફરન્સનાં એક પ્રતિનિધિમંડળને શનિવારે જણાવ્યું કે, રાજ્યને સંવૈધાનિક પ્રાવધાનોમાં કોઇ પણ પરિવર્તન અંગે કોઇ જ માહિતી નથી. તેમણે તે અંગે સાંત્વના આપી કે વધારાના અર્ધસૈનિક દળોને ફરજપર મોકલવાની હાલની ગતિવિધિઓને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા સંવૈધાનિક પ્રાવધાનો આર્ટિકલ 35A અને આર્ટિકલ 370ને ખતમ કરવાની તૈયારી સાથે જોડીને જોવાઇ રહ્યું છે.

ભારતના મુસલમાનોની સંસ્કૃતિ, ધરોહર અને વારસો એક જ છે: મનમોહન વૈદ્ય
રાજભવનની તરફથી અહીં અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની આગેવાનીમાં પ્રતિનિધિમંડળને જણાવ્યું કે, સુરક્ષાની સ્થિતી આ પ્રકારે પેદા થઇ છે જે અંગે તત્કાલ કાર્યવાહીની જરૂરિયાત હતી. રાજ્યપાલે પ્રતિનિધિમંડળને જણાવ્યું કે, અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમસા સંબંધિત સુરક્ષા એજન્સીઓને વિશ્વસનીય માહિતી મળી હતી. નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી ગોળીબારી વધારી દેવાયો છે, જેનો સેના પ્રભાવી રીતે જવાબ આપી રહી છે. આ અગાઉ શુક્રવારે મોડી રાત્રે મહેબુબા મુફ્તીનાં નેતૃત્વમાં કેટલાક નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને તે સમયે પણ તેમણે અઅફવા અંગે ધ્યાન આપવાની અપીલ કરી હતી.

વરસાદનાં કારણે બેહાલ થયું સમગ્ર મહારાષ્ટ્ર, નવી મુંબઇમાં ચાર વિદ્યાર્થીનીઓ તણાઇ
રાજ્યપાલ મલિકે કહ્યું કે, સેનાને કોર કમાન્ડર અને રાજ્યપાલ પોલીસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓના નાપાક મનસુબાઓને કઇ રીતે નિષ્ફળ કરવામાં આવ્યું અને સાથે જ તેમણે જપ્ત કરેલા હથિયાર અને દારુગોળો પણ દેખાડ્યો. જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલે કહ્યું કે, સંવૈધાનિક પ્રાવધાનોમાં કોઇ પ્રકારનાં પરિવર્તન અંગે રાજ્યને કોઇ જમાહિતી નથી અને એટલા માટે સૈનિકોને ફરજ પર મુકવાની આ સુરક્ષા મુદ્દે અન્ય તમામ પ્રકારનાં કેસને સાથે જોડીને અકારણ ભય પેદા કરવામાં આવવું જોઇએ.

દિલ્હી: ભાજપના સાંસદો માટે સંસદના લાઈબ્રેરી ભવનમાં ટ્રેનિંગ પ્રોગ્રામ 'અભ્યાસ વર્ગ'નું આયોજન
મલિકે કહ્યું કે, તેઓ રાજ્યની જવાબદારી છે કે તેઓ પોતાનાં તમામ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરે. એટલા માટે પુરતા ઉપાયો તરીકે યાત્રીઓ અને પર્યટકોને પરત ફરી જવા માટે જણાવ્યું છે. રાજ્યપાલે રાજ્યનાં રાજનીતિક દળોનાં નેતાઓને કહ્યું કે, તેઓ પોતાનાં સમર્થકોને શાંત રહેવા અને ખીણમાં અફવાઓ ફેલાવાઇ રહીછે જે અંગે વિશ્વાસ નહી કરવા માટે કહે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news