દિલ્હીમાં ભયંકર પૂરની સ્થિતિ, સિવિલ લાઈન્સ વિસ્તારમાં બંગલામાં ઘૂસ્યું પાણી, ગમે ત્યારે CM આવાસમાં પહોંચી શકે

Yamuna River: દેશની રાજધાની દિલ્હી પર પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સવારે 5 વાગ્યા સુધીમાં પલ્લા ગામની આજુબાજુના વિસ્તારોમાં 212.70 મીટર સુધી પહોંચી ગયું છે. જ્યારે દિલ્હી રેલવે બ્રિજ પર સવારે 6 વાગે યમુનાનું જળસ્તર 208.41 મીટર સુધી પહોંચ્યુ. જો કે બુધવારે રાતે 11 વાગે યમુનાનું જળસ્તર વધીને 208.08 મીટર થઈ ગયું હતું. આ અગાઉ વરષ 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટર સુધી પહોંચી ગયું હતું.

દિલ્હીમાં ભયંકર પૂરની સ્થિતિ, સિવિલ લાઈન્સ વિસ્તારમાં બંગલામાં ઘૂસ્યું પાણી, ગમે ત્યારે CM આવાસમાં પહોંચી શકે

દેશની રાજધાની દિલ્હી પર પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સવારે 5 વાગ્યા સુધીમાં પલ્લા ગામની આજુબાજુના વિસ્તારોમાં 212.70 મીટર સુધી પહોંચી ગયું છે. જ્યારે દિલ્હી રેલવે બ્રિજ પર સવારે 6 વાગે યમુનાનું જળસ્તર 208.41 મીટર સુધી પહોંચ્યુ. જો કે બુધવારે રાતે 11 વાગે યમુનાનું જળસ્તર વધીને 208.08 મીટર થઈ ગયું હતું. આ અગાઉ વરષ 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટર સુધી પહોંચી ગયું હતું. તેના કારણે 45 વર્ષ પહેલા દિલ્હીમાં ભીષણ પૂર આવ્યું હતું. આ વખતે યમુનાના જળસ્તરે રેકોર્ડ તોડ્યો છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા માટે ચેતવણી જાહેર કરી છે. જે વિસ્તારોમાં વધુ જોખમ છે ત્યાં બોટ ક્લબ, મોનેસ્ટ્રી માર્કેટ, જૂના રેલવે બ્રિજ પાસે નીલી છત્રી મંદિર, યમુના બજાર, ગીતા ઘાટ, નીમ કરોલી ગૌશાળા, વિશ્વકર્મા અને ખડ્ડા કોલોની, ગઢી માંડૂ, મજનૂ કા ટીલાથી વજીરાબાદ સુધીના વિસ્તારો સામેલ છે. 

સિવિલ લાઈન્સ વિસ્તારોમાં ઘૂસ્યું પાણી
દિલ્હીમાં હાલ યમુના નદીમાં પૂરની સ્થિતિ બાદ કાશ્મીરી ગેટથી આગળ સિવિલ લાઈન્સ તરફ જવાનો રસ્તો હવે બંધ કરી દેવાયો છે. યમુનામાં પાણી વધવાના કારણે દિલ્હી મેટ્રોની સ્પીડ ઘટાડવામાં આવી છે. યમુના બેંક મેટ્રો સ્ટેશનનો રસ્તો બંધ છે. ટ્રાફિક ડાઈવર્ઝનના કારણે સરાય કાલે ખા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ છે. 

— ANI_HindiNews (@AHindinews) July 13, 2023

પીવાના પાણીની થઈ શકે છે મુશ્કેલી
દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવામાં દિલ્હીના 3 વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પ્લાન્ટથી લોકોના ઘરોમાં પાણી પહોંચે છે. પ્લાન્ટ બંધ થશે તો પીવાના પાણીની મુશ્કેલી થઈ શકે છે. સીએમ કેજરીવાલે કહ્યું કે વઝીરાબાદ, ચંદ્રાવલ અને ઓખલા વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બંધ કરવા પડી રહ્યા છે. જેવું યમુનાનું પાણી ઓછું થશે કે જલદી તેને ચાલુ કરવાની કોશિશ કરાશે. 

— Arvind Kejriwal (@ArvindKejriwal) July 13, 2023

ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે યમુના
કેન્દ્રીય જળ આયોગ પાસેથી મળેલી જાણકારી મુજબ રાતે 10થી 11 વચ્ચે યમુનાનું જળસ્તર 207.72 મીટર સુધી પહોંચી ગયું હતું પરંતુ તે પહેલેથી જ ડેન્જર લેવલને પાર કરી ચૂક્યું છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ છેલ્લા 2 દિવસમાં દિલ્હીમાં વધુ વરસાદ પડ્યો નથી પરંતુ મોટાભાગનું પાણી હિમાચલ પ્રદેશ અને હરિયાણાથી આવી રહ્યું છે. 

કેન્દ્રીય જળ આયોગ (CWC) ના ફ્લડ મોનીટરિંગ (પૂર નિગરાણી) પોર્ટલ મુજબ બુધવારે સવારે 4 વાગે  જૂના રેલવે બ્રિજ પર જળસ્તર 207 મીટરના નિશાનને પાર કરી ગયું જે વર્ષ 2013 બાદ પહેલીવાર એવું થયું છે. જ્યારે તે રાત 11 વાગે વધીને 208.05 મીટર પર પહોંચી ગયું હતું. સવારે 5 વાગ્યા સુધીમાં પલ્લા ગામમાં 212.70 મીટર સુધી પહોંચી ગયું છે. 

દુકાનો અને ઘરોમાં ઘૂસ્યું પાણી
યમુનાનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે. આથી ત્યાં રહેતા હજારો લોકોને સુરક્ષિત વિસ્તારોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે મજનું કા ટીલા અને વજીરાબાદના વચ્ચેના હિસ્સા સહિત રિંગ રોડના કેટલાક ભાગોમાં પાણી ભરાવવાના કારણે અવરજવર બંધ થઈ છે. જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના ઘરો ખાલી કરવા અને ત્યાંથી જતા રહેવાનો આગ્રહ કર્યો છે. જ્યારે IMD એ આગામી 2 દિવસમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 

— ANI_HindiNews (@AHindinews) July 13, 2023

LG એ બોલાવી DDMA ની બેઠક
દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ પૂરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે DDMA ની બેઠક બોલાવી છે. જેમાં સીએમ અરવિંદ કેજરીવાલ પણ સામેલ થશે. યમુના નદીનું પાણી દિલ્હીના રસ્તાઓ પર આવી ગયું છે. પાણી ભરાઈ જવાના કારણે અનેક રસ્તા બંધ છે. યમુનાની આજુબાજુ 144 કલમ લાગૂ છે. 

કેજરીવાલની લોકોને અપીલ
સીએમ કેજરીવાલે કહ્યું છે કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોને ત્યાંથી હટી જવાનો આગ્રહ કરું છું કારણ કે જળસ્તર અચાનક વધી જ શે અને તમારા જીવન જોખમાઈ શકે છે. કેજરીવાલે કેન્દ્રને પણ એ સુનિશ્ચિત કરવા માટે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો કે યમુનાનું સ્તર વધુ ન વધે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહેને લખેલા પત્રમાં તેમણે અપીલ કરી કે જો શક્ય હોય તો હરિયાણામાં હથિણીકુંડ બેરાજથી પાણી મર્યાદિત સ્પીડમાં છોડવામાં  આવે. તેમણે કહ્યું કે દેશની રાજધાનીમાં પૂરની ખબરથી દુનિયામાં સારો સંદેશ જશે નહીં. આપણે મળીને દિલ્ીહના લોકોને આ સ્થિતિમાંથી ઉગારવા પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news