5 States Election Result Live: બંગાળમાં TMC ની બલ્લે બલ્લે, તમિલનાડુમાં DMK નો ડંકો, અસમમાં BJP ની વાપસી
4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Assembly Election Result 2021) આજે એટલે કે 2 મેના રોજ જાહેર થશે.
Trending Photos
નવી દિલ્હી: 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Assembly Election Result 2021) આજે એટલે કે 2 મેના રોજ જાહેર થશે. ચૂંટણી પંચ (Election Commission) દ્વારા આસામ, તમિલનાડુ, પશ્વિમ બંગાળ, કેરળ અને પુડુચેરીમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવાઈ છે. , અને સાંજ સુધી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આ સાથે જ એ સ્પષ્ટ થઇ જશે કે રાજ્યમાં કઇ પાર્ટીની સરકાર બનશે. હાલ અલગ અલગ રાજ્યોમાં ટ્રેન્ડમાં જે રીતે જોવા મળી રહ્યું છે તે મુજબ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જ્યારે અસમમાં ભાજપની વાપસી થતી જોવા મળી રહી છે. તમિલનાડુમાં સત્તાપરિવર્તન થતું જોવા મળી રહ્યું છે. કેરળમાં પણ સત્તાધારી પક્ષ સત્તા મેળવતો જણાય છે. જ્યારે પુડુચેરીમાં ભાજપ આગળ છે.
પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જબરદસ્ત રીતે સત્તામાં વાપસી
પશ્ચિમ બંગાળમાં ટીએમસી સત્તામાં પાછી ફરતી જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં ટીએમસીને 206 બેઠકો, ભાજપ+ ને 83 જ્યારે કોંગ્રેસ+ 1 બેઠક પર આગળ છે. જો કે રાજ્યના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ભારે રસાકસી જોવા મળી રહી છે. પહેલા ભાજપના શુવેન્દુ અધિકારી ત્યાં આગળ હતાં જ્યારે હવે ટીએમસીના મમતા બેનર્જી આગળ છે. આ બેઠક પર જીત બંને પક્ષો માટે નાકનો સવાલ છે.
તમિલનાડુમાં DMK નો ડંકો વાગ્યો
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામમાં આજે મતગણતરી ચાલુ છે જેમાં શરૂઆતથી જ DMK આગળ જોવા મળી રહી છે. જ્યારે સત્તાધારી AIADMK પાછળ છે. AIADMK+ 89 બેઠકો પર જ્યારે DMK+ 143 બેઠકો પર આગળ છે. અન્ય 2 બેઠક પર આગળ છે. ડીએમકે સમર્થકો ઉજવણીમાં મસ્ત બની ગયા છે.
અસમમાં ભાજપ આગળ
અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ અસમમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએની વાપસી નિશ્ચિત જણાઈ રહી છે. જો કે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન પણ બહુ પાછળ નથી. ટ્રેન્ડ મુજબ ભાજપના નેતૃત્વવાળુ એનડીએ 78 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ+ 47 બેઠકો પર આગળ છે. અન્ય એક બેઠક પર આગળ છે.
પુડુચેરીમાં ભાજપ આગળ
પુડુચેરીમાં પણ ભાજપ+ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. અહીં તેઓ 8 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ+ 3 બેઠકો પર આગળ છે. પુડુચેરીમાં કુલ 30 બેઠકો છે. જેમાંથી હજુ સુધી 12 બેઠકોના ટ્રેન્ડ આવ્યા છે.
કેરળમાં રચાયો ઈતિહાસ!
કેરળમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM)ના નેતૃત્વવાળું સત્તાધારી LDF રાજ્યમાં 140 બેઠકોમાંથી 70 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું UDF 44 બેઠકો પર આગળ છે. ભાજપ+ 3 અને અધર્સ 23 બેઠકો પર આગળ છે.
8 વાગે મતગણતરી શરૂ થઈ
5 રાજ્યોમાં સવારે 8ના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી.ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ કરાઈ.
ચૂંટણી પંચે પુરી કરી તૈયારીઓ
રવિવારે થનારી મતગણતરી માટે ચૂંટણે પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાઉન્ટિંગ દરમિયાન તમામને કોવિડ 19 મહામારીથી બચવા માટે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપી છે. ચૂંટણી પંચે એક રૂમમાં મતગણતરી માટે 7 ટેબલની પરવાનગી આપી છે. જ્યારે તે પહેલાં આ સંખ્યા 14 હતી. અધિકારીઓના અનુસાર, વધુ સંખ્યામાં ટેબલ ત્યાં લગાવવામાં આવશે જ્યાં જગ્યાનો અભાવ નથી.
કોરોના રિપોર્ટ બતાવ્યા પછી ઉમેદવારોને એન્ટ્રી
અધિકારીઓએ જણાવ્યું કે 'મતગણતરી શરૂ કરતાં પહેલાં તમામ ઇવીએમ અને વીવીપેટને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. તો મતગણતરીમાં સામેલ થનાર લોકો માટે કેંદ્રની બહાર માસ્ક, ફેસ શીલ્ડ અને સેનિટાઇઝર રાખવામાં આવશે. દરેક મતગણતરી કેંદ્રને ઓછામાં ઓછા 15 વાર સેનેટૈઝ કરવાનું કામ કરવામાં આવશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું સખત પાલન કરવાની સાથે જ એકત્ર કરવા પર પ્રતિબંધ રહેશે. ઉમેદવાર અથવા તેમના પ્રતિનિધિને કોવિડ 19 નેગેટિવ રિપોર્ટ અથવા રસીના બંને ડોઝ લીધા હોવાનું પ્રમાણપત્ર બતાવતા જ મતગણતરી કેંદ્રની અંદર અપ્રવેશ મળશે.
પાંચ રાજ્યોમાં કુલ 822 વિધાનસભા બેઠકો માટે થયું હતું મતદાન
પાંચેય રાજ્યોની કુલ 822 વિધાનસભા બેઠકો પર થયેલા મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ દરમિયાન કોરોનાના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરવાનું કહેવાયું છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 બેઠકોનો જનાદેશ આવશે. તામિલનાડુમાં 234, કેરળની 140 બેઠકો, અસમની 126 અને પુડ્ડુચેરીની 20 વિધાનસભા બેઠકો છે.
5 રાજ્યોની ચૂંટણી ઉપરાંત 13 અલગ અલગ રાજ્યોની 13 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી અને 4 લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પણ આજે જ પરિણામ આવનાર છે.
Fact Check: દેશમાં 18 દિવસનું કડક Lockdown લાગવાનું છે? PIB એ વાયરલ થઈ રહેલા મેસેજ અંગે કરી સ્પષ્ટતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે