West Bengal Election Result Live: બંગાળમાં TMC જંગી બહુમતીથી આગળ, નંદીગ્રામમાં હવે ભાજપના શુવેન્દુ પાછળ
આજે ચૂંટણી સંગ્રામમાં પરિણામનો દિવસ છે. દેશના 5 રાજ્યોમાં નવી સરકાર બનશે. સમગ્ર દેશમાં બધાની નજર આ પાંચ રાજ્યોમાંથી બંગાળ પર ટકેલી છે.
Trending Photos
West Bengal Assembly Election 2021 Result: આજે ચૂંટણી સંગ્રામમાં પરિણામનો દિવસ છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર થશે એવું જોવા મળી રહ્યું હતું પણ જે પ્રકારે ટ્રેન્ડ આવ્યા છે તે જોતા ટીએમસીએ બહુ સરળતાથી ભાજપને હરાવીને જીતની હેટ્રિક મારી છે. છેલ્લે મળતી માહિતી મુજબ ટીએમસી 205 બેઠકો પર જ્યારે ભાજપ+ 85 બેઠક પર આગળ છે.
ટીએમસીની જીતની હેટ્રિક
294 બેઠકોમાંથી 292 બેઠકોના આજે પરિણામ જાહેર થનારા છે. તમામ બેઠકો માટે જે પ્રકારે ટ્રેન્ડ આવ્યા છે તેમાં છેલ્લી માહિતી મુજબ ટીએમસી 205 બેઠકો પર જ્યારે ભાજપ+ 85 અને કોંગ્રેસ+ 1 બેઠક પર આગળ છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પાછળ છે. જેમાં ટોલીગંજથી બાબુલ સુપ્રીયો 25000 મતથી પાછળ છે. જ્યારે મોયનાથી પૂર્વ ક્રિકેટર અને ભાજપના નેતા અશોક ડિંડા પણ પાછળ છે.
#WATCH Trinamool Congress supporters in large numbers gathered outside the BJP office in Kolkata's Hastings area, as TMC leads in 200 plus seats #WestBengalElections pic.twitter.com/KywRZVoq2v
— ANI (@ANI) May 2, 2021
મમતા અને શુવેન્દુમાં કાંટાની ટક્કર
બંગાળમાં 292 માંથી 292 બેઠકોના ટ્રેન્ડ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 206 બેઠકો પર ટીએમસી જ્યારે 83 બેઠકો પર ભાજપને લીડ મળી છે. સૌથી મહત્વની વાત એ છે કે મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ભાજપના શુવેન્દુ અધિકારી અને તેમની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. શુવેન્દુ અધિકારી સવારથી ભારે લીડ સાથે આગળ હતા પરંતુ 11 રાઉન્ડની મતગણતરી બાદ હવે તેઓ 3327 મતથી પાછળ છે. ટ્રેન્ડથી સ્પષ્ટ છે કે બંને વચ્ચે કાંટાની ટક્કર છે. અત્રે જણાવવાનું કે શુવેન્દુએ થોડા સમય પહેલા જ ટીએમસી છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો છે. આ અગાઉ મમતા જૂથમાં તેઓ સૌથી ખાસ ગણાતા હતા.
ભાજપના અનેક સાંસદોની હાલત ખરાબ છે અને તેમણે વિધાનસભા ચૂંટણીમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નંદીગ્રામમાં એક એપ્રિલના રોજ થયેલા મતદાનમાં લગભગ 88 ટકા લોકોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
#WATCH TMC supporters celebrate at Kalighat, Kolkata as party leads on 202 seats as per official trends#WestBengalElections2021 pic.twitter.com/iiOyPhf8be
— ANI (@ANI) May 2, 2021
કોરોનાથી મોતના તાંડવ વચ્ચે લોકો નિયમો નેવે મૂકી કરવા લાગ્યા ઉજવણી
કોરોનાના વધતા કેસને જોતા ચૂંટણી પંચે પરિણામો બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ કે ઉજવણી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો છે આમ છતાં પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં તેના ધજાગરા ઉડી રહ્યા છે. જીત ભાળતા જ પાર્ટી સમર્થકોએ જીતની ઉજવણી કરવાનું શરૂ કરી દીધુ. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ખુબ ધજાગરા ઉડ્યા. જો કે આ બધુ જોતા ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ ઉજવણી પર તત્કાળ રોક લગાવવા કહ્યું છે. આ ઉપરાંત એમ પણ કહ્યું છે કે જવાબદાર SHOs/officers ને સસ્પેન્ડ કરવા તથા કાર્યવાહી કરવી.
We really don't want to celebrate but there was an anti-campaign against TMC. Our workers were under pressure. This mandate has given them energy. Still, we're telling them not to celebrate due to COVID situation: Sayan Deb Chatterjee, State Secy, WB Trinamool Youth Congress pic.twitter.com/EG6of2YTqg
— ANI (@ANI) May 2, 2021
પશ્ચિમ બંગાળમાં ટીએમસી સપોર્ટર્સે જેવું જોયું કે તેમની પાર્ટી ટ્રેન્ડમાં 200 પાર ગઈ છે તો કોલકાતામાં તેઓ રસ્તાઓ પર ઉતરી પડ્યા અને લીલો ગુલાલ ઉડાવતા ઉજવણી કરવા લાગ્યા.
સવારે 8ના ટકોરે મતગણતરી શરૂ
8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે.
પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થયું હતું મતદાન
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થયું. પહેલા અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 બેઠકો અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન કરાવવામાં આવ્યું હતું. હવે આજે પરિણામનો દિવસ છે.
ચૂંટણી પંચે પુરી કરી તૈયારીઓ
રવિવારે થનારી મતગણતરી માટે ચૂંટણે પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાઉન્ટિંગ દરમિયાન તમામને કોવિડ 19 મહામારીથી બચવા માટે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપી છે. ચૂંટણી પંચે એક રૂમમાં મતગણતરી માટે 7 ટેબલની પરવાનગી આપી છે. જ્યારે તે પહેલાં આ સંખ્યા 14 હતી. અધિકારીઓના અનુસાર, વધુ સંખ્યામાં ટેબલ ત્યાં લગાવવામાં આવશે જ્યાં જગ્યાનો અભાવ નથી.
કોરોના રિપોર્ટ બતાવ્યા પછી ઉમેદવારોને એન્ટ્રી
અધિકારીઓએ જણાવ્યું કે 'મતગણતરી શરૂ કરતાં પહેલાં તમામ ઇવીએમ અને વીવીપેટને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. તો મતગણતરીમાં સામેલ થનાર લોકો માટે કેંદ્રની બહાર માસ્ક, ફેસ શીલ્ડ અને સેનિટાઇઝર રાખવામાં આવશે. દરેક મતગણતરી કેંદ્રને ઓછામાં ઓછા 15 વાર સેનેટૈઝ કરવાનું કામ કરવામાં આવશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું સખત પાલન કરવાની સાથે જ એકત્ર કરવા પર પ્રતિબંધ રહેશે. ઉમેદવાર અથવા તેમના પ્રતિનિધિને કોવિડ 19 નેગેટિવ રિપોર્ટ અથવા રસીના બંને ડોઝ લીધા હોવાનું પ્રમાણપત્ર બતાવતા જ મતગણતરી કેંદ્રની અંદર અપ્રવેશ મળશે.
Fact Check: દેશમાં 18 દિવસનું કડક Lockdown લાગવાનું છે? PIB એ વાયરલ થઈ રહેલા મેસેજ અંગે કરી સ્પષ્ટતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે