ઇન્સ્ટા પર 9 વખત બદલી ઓળખ, દિલ્હીનો પ્લાન, સીમા હૈદરની આ 5 વાતોએ વધારી શંકા
પાકિસ્તાનથી ભારત પહોંચી ગયેલી સીમા હૈદર સતત ચર્ચાનો વિષય બનેલી છે. યુપી એટીએસ સચિન અને સીમાની પૂછપરછ કરી રહી છે. આ વચ્ચે સીમાનો ભારતમાં આવવાનો ઇરાદો શું છે. આવા અનેક સવાલ લોકોના મનમાં પણ ઉઠી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ સીમા હૈદર ગ્રેટર નોઇડાના સચિનનો પ્રેમ મેળવવા ભારત આવી કે પછી તેનો અસલી ઇરાદો જાસૂસી છે? તમે પણ આ સવાલના જવાબ જાણવા ઈચ્છતા હશો. પરંતુ તે માટે એટીએસની તપાસની રાહ જોવી પડશે. પરંતુ બે દિવસ સુધી એટીએસની પૂછપરછમાં જે વાતો સામે આવી છે તેણે સીમા પર ઉભી થઈ રહેલી શંકાને વધારી દીધી છે. પાકિસ્તાન, નેપાળ અને પછી નોઇડામાં તેણે એવી ઘણી હરકતો કરી જેના કારણે આશંકા જાહેર કરવામાં આવી રહી છે કે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ષડયંત્રનો ભાગ હોઈ શકે છે, જેના માટે હનીટ્રેપ મુખ્ય હથિયાર છે. આવો તે 5 કારણો પર નજર કરીએ જેનાથી સીમા પર સતત શંકાની સોઈ ઉંડી બની રહી છે.
9 વખત કેમ બદલી ઓળખ?
પબજી ગેમ રમતા સચિન મીણા સાથે પ્રેમ થવાનો દાવો કરનારી સીમા હૈદર સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય છે. તેણે પાછલા વર્ષની શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારબાદ તે સતત રીલ્સ બનાવી રહી છે. સચિનની સાથે પોતાની અંગત પળોને પણ કેમેરામાં કેદ કરી ઈન્સ્ટા પર અપલોડ કરનારી સીમાની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વારંવાર પોતાની ઓળખ બદલી. તેણે દોઢ વર્ષમાં 9 વખત પોતાનું યૂઝર નેમ બદલ્યું છે. સવાલ ઉઠે છે કે આખરે તેણે આમ કરવાની જરૂર કેમ પડી?
દિલ્હીની નજીક કેમ આવવા ઈચ્છતી હતી સીમા?
સૂત્રો પ્રમાણે સીમાની પૂછપરછમાં જાણવા મળ્યું કે સચિન મીણા પહેલા પણ તેણે દિલ્હી-એનસીઆરના અન્ય યુવકો સાથે ઓનલાઇન વાતચીત કરી હતી. તેણે સેના સાથે જોડાયેલા લોકો સાથે પણ મિત્રતાનો પ્રયાસ કર્યો હતો. સીમાની દોસ્તી જ્યારે સચિન સાથે થઈ તો તેણે શરૂઆતી વાતચીતમાં તે પૂછ્યું હતું કે તેનું ઘર દિલ્હીથી કેટલું દૂર છે. સવાલ છે કે સીમા દિલ્હી કે તેની આસપાસના કોઈ વ્યક્તિને કેમ શોધી રહી હતી?
ખોટા નામે હોટલ બુક
તપાસમાં સામે આવ્યું કે સીમા અને સચિને જ્યારે માર્ચ મહિનામાં નેપાળમાં એક સપ્તાહ સુધી સાથે સમય પસાર કર્યો તો પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. કાઠમાંડૂની ન્યૂ વિનાયક હોટલમાં તેણે રૂમ નંબર 204 બુક કર્યો હતો. સચિન અને સીમાએ અહીં રજીસ્ટરમાં પોતાનું અસલી નામ લખ્યું નહીં. બંને એકબીજાને પતિ-પત્ની ગણાવી અહીં રહ્યાં હતા. સવાલ છે કે તેણે ક્યા ઈરાદાથી એક ત્રીજા દેશમાં પોતાની ઓળખ છુપાવી?
નિવેદનમાં અંતર કેમ
એટીએસે સીમા, સચિન અને પાકિસ્તાની મહિલાના બે બાળકોની પૂછપરછ કરી છે. જાણવા મળ્યું કે ત્રણેયને આશરે 50 સવાલો કરવામાં આવ્યા. કેટલાક સવાલો આમને-સામને કરવામાં આવ્યા તો કેટલાક સવાલ અલગ બેસાડી કરવામાં આવ્યા. કેટલાક સવાલના જવાબમાં અંતર જોવા મળ્યું છે.
દસ્તાવેજોમાં ગડબડી
સીમાના દસ્તાવેજોને લઈને પણ સવાલ ઉઠી રહ્યાં છે. સીમાની સાચી ઉંમર શું તે તે સ્પષ્ટ થયું નથી. જાણવા મળી રહ્યું છે કે સીમાએ જે પાસપોર્ટ પર 10 મેએ પાકિસ્તાન છોડ્યું તે 8 મેએ બન્યો હતો. સીમાની પાસે ચાર ફોન કેમ હતા? એક ફોન કેમ તોડ્યું, સિમ કેમ તોડ્યું જેવા ઘણા સવાલોના જવાબ મળી રહ્યાં નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે