Corona: ભારતમાં ઓમિક્રોનનો આંકડો 65 એ પહોંચ્યો, 10 રાજ્યોમાં એન્ટ્રી

બુધવારે પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના સંક્રમણના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. અહીં મુર્શિદાબાદ જિલ્લામાં 7 વર્ષના બાળકમાં તેની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય વિભાગના એક સિનિયર અધિકારીએ આ માહિતી આપી હતી.

Corona: ભારતમાં ઓમિક્રોનનો આંકડો 65 એ પહોંચ્યો, 10 રાજ્યોમાં એન્ટ્રી

નવી દિલ્હી: બુધવારે પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના સંક્રમણના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. અહીં મુર્શિદાબાદ જિલ્લામાં 7 વર્ષના બાળકમાં તેની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય વિભાગના એક સિનિયર અધિકારીએ આ માહિતી આપી હતી.

હૈદરાબાદમાં મળી આવ્યો હતો કોરોના પોઝિટિવ
અધિકારીએ જણાવ્યું કે આ બાળક અબુ ધાબીથી હૈદરાબાદ થઈને પશ્ચિમ બંગાળ પરત ફર્યો છે. તે કોલકાતા એરપોર્ટથી માલદા તેના સંબંધીના ઘરે ગયો હતો. તેમણે જણાવ્યું કે બાળક તેના માતા-પિતા સાથે અબુ ધાબીથી હૈદરાબાદ ગયો હતો. જ્યાં તે કોરાના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તે 11 ડિસેમ્બરે હૈદરાબાદથી કોલકાતા પરત ફર્યો હતો.

માલદાની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
સીનિયર અધિકારીએ જણાવ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગને બુધવારે સવારે જ હૈદરાબાદના અધિકારીઓએ બાળકના ઓમિક્રોન રિપોર્ટ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 7 વર્ષના બાળકને માલદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ, અધિકારીએ કહ્યું હતું કે તેની મુર્શિદાબાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે બાળકના માતા-પિતાને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે અને જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તેમને પણ ટ્રેક કરવામાં આવી રહ્યા છે. બાળકના માતા-પિતા બંને ટેસ્ટમાં નેગેટિવ આવ્યા છે.

ફ્લાઇટમાં સાથે મુસાફરી કરનારાઓને કરવામાં આવશે ટ્રેક 
અધિકારીએ કહ્યું કે 'ફ્લાઇટમાં તેની સાથે મુસાફરી કરી રહેલા લોકોને ટ્રેક કરવાનું કામ સરળ નથી. પરંતુ તે કરવું પડશે. અધિકારીઓએ તે વાતથી પરેશાન છે કે બાળક કોરોના પોઝિટિવ હોવા છતાં તેને તેના માતા-પિતા સાથે કેવી રીતે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી? જ્યારે જ્યાં ત્યાં સુધી તેના જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવ્યો ન હતો.

મહારાષ્ટ્રમાં નોંધાયા સૌથી વધુ કેસ
આજે 15મી ડિસેમ્બરે તેલંગાણામાં ઓમિક્રોનના બે નવા કેસ નોંધાયા છે. જેથી ભારતમાં ઓમિક્રોન (Omicron) ની કુલ સંખ્યા હવે વધીને 65 થઈ ગઈ છે. ઓમિક્રોન (Omicron) ભારતના 10 રાજ્યોમાં પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં અહીં 28 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 3, ગુજરાતમાં 4, કેરળમાં 1 અને આંધ્રપ્રદેશમાં 1, દિલ્હીમાં 6, તેલંગાણામાં 3, પશ્ચિમ બંગાળમાં 1 અને ચંદીગઢમાં 1 કેસ નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news