મને મંત્રી બનવામાં કોઈ રસ નથી! મંત્રી પદના શપથ લેનાર ગોપી મામલે થયો મોટો ખુલાસો
Suresh Gopi: શપથ ગ્રહણ સમારોહ બાદ દિલ્હીમાં એક મલયાલમ ટીવી ચેનલ સાથે વાત કરતા સુરેશ ગોપીએ કહ્યું, "હું સાંસદ તરીકે કામ કરવા માંગુ છું. મારું સ્ટેન્ડ હતું કે મારે કેબિનેટ નથી જોઈતું. મેં પાર્ટીને કહ્યું હતું કે હું માત્ર સાંસદ તરીકે કામ કરવા માંગું છું. મને મંત્રી બનવામાં કોઈ રસ નથી. મને ટૂંક સમયમાં રાહત મળશે. જોકે, આ મામલે મોટો ખુલાસો થયો હતો.
Trending Photos
First BJP MP From Kerala: 'મારે મંત્રી બનવું નહોતું...' કેરળમાં ભાજપનું ખાતું ખોલાવનાર સુરેશ ગોપી કેમ મંત્રી પદ છોડવા માગે છે? આ મામલે હવે મોટો ખુલાસો થયો છે.
લોકસભા ચૂંટણી 2024માં એનડીએને બહુમતી મળ્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે અન્ય 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. કેરળના પ્રથમ બીજેપી સાંસદ સુરેશ ગોપીએ પણ મોદી સરકારમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. પરંતુ સોમવારે યોજાનારી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક પહેલા જ સુરેશ ગોપીએ મંત્રી પદ છોડવાના સંકેત આપ્યા છે. જોકે, આ સમાચાર ફેલાયા બાદ સુરેશ ગોપી મામલે મોટો ખુલાસો થયો હતો. કેરળના નવનિયુક્ત ભાજપા સાંસદ સુરેશ ગોપીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કેટલાક પ્લેટફોર્મ પર હુ મંત્રીપરિષદમાંથી રાજીનામું આપવાનો છું એવા અહેવાલો ચાલી રહ્યાં છે એ ખોટા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે કેરળના વિકાસ માટે કટિબદ્ધ છીએ.
केरल से नवनिर्वाचित भाजपा सांसद सुरेश गोपी, जिन्होंने कल केंद्रीय मंत्री के रूप में शपथ ली, ने ट्वीट किया, "कुछ मीडिया प्लेटफॉर्म गलत खबर फैला रहे हैं कि मैं मोदी सरकार के मंत्रिपरिषद से इस्तीफा देने जा रहा हूं। यह पूरी तरह गलत है। प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हम… pic.twitter.com/sowIXcB3tF
— ANI_HindiNews (@AHindinews) June 10, 2024
લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી પ્રચાર દરમિયાન સુરેશ ગોપી માટે મુખ્ય ચૂંટણી મુદ્દો 'થ્રિસુર માટે એક કેન્દ્રીય મંત્રી, મોદીની ગેરંટી' હતો. કેરળમાંથી ભાજપના બે ઉમેદવારોને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. સુરેશ ગોપી ઉપરાંત પાર્ટીના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનને પણ કેન્દ્રીય કેબિનેટમાં રાજ્યમંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
શપથ ગ્રહણ સમારોહ બાદ દિલ્હીમાં એક મલયાલમ ટીવી ચેનલ સાથે વાત કરતા સુરેશ ગોપીએ કહ્યું, "હું સાંસદ તરીકે કામ કરવા માંગુ છું. મારું સ્ટેન્ડ હતું કે મારે કેબિનેટ નથી જોઈતું. મેં પાર્ટીને કહ્યું હતું કે હું માત્ર સાંસદ તરીકે કામ કરવા માંગું છું. મને મંત્રી બનવામાં કોઈ રસ નથી. મને ટૂંક સમયમાં રાહત મળશે. જોકે, આ મામલો ખોટો નીકળ્યો હતો.
અભિનય ચાલુ રાખવા માંગે છે સુરેશ ગોપી-
પહેલાં એવા અહેવાલો આવ્અયા હતા કે, અભિનેતામાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપીએ કહ્યું હતું કે, "ત્રિસુરના લોકો મને સારી રીતે ઓળખે છે. હું સાંસદ તરીકે ખૂબ જ સારું પ્રદર્શન કરીશ. હું ફિલ્મોમાં અભિનય ચાલુ રાખવા માંગુ છું. મેં નિર્ણય પાર્ટી પર છોડ્યો છે." લોકસભા ચૂંટણી જીત્યા બાદ ગોપીએ કહ્યું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી નહીં છોડે કારણ કે એક્ટિંગ તેનો શોખ છે. તેની પાસે પહેલેથી જ કેટલાક ફિલ્મ પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે.
સુરેશ ગોપી ત્રિશૂર લોકસભા સીટ પરથી 74,000 થી વધુ મતોથી જીત્યા છે. તેમણે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા વીએસ સુનીલકુમારને હરાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે મુરલીધરન ત્રિકોણીય હરીફાઈમાં ત્રીજા ક્રમે રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે