Alert! શું તમે મકાનનું ભાડું રોકડમાં ચૂકવો છો? આવી શકે છે ઈન્કમ ટેક્સની નોટિસ, તૈયાર રાખજો આ 4 ડોક્યુમેન્ટ

House Rent: અનેકવાર તો ભાડુઆત જ પોતે રોકડમાં ભાડું ચૂકવવા માંગતો હોય છે. ક્યારેક એવું પણ જોવા મળે છે કે મકાન માલિક પણ ઘરનું ભાડું કેશમાં માંગે છે. આવામાં કેશમાં ઘરનું ભાડું ચૂકવવામાં કોઈ મુશ્કેલી તો નથી પરંતુ અનેકવાર તના કારણે તમને આવકવેરા વિભાગની નોટિસ આવી શકે છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

Alert! શું તમે મકાનનું ભાડું રોકડમાં ચૂકવો છો? આવી શકે છે ઈન્કમ ટેક્સની નોટિસ, તૈયાર રાખજો આ 4 ડોક્યુમેન્ટ

અનેકવાર એવું જોવા મળે છે કે લોકો પોતાના ઘરનું ભાડું કેશમાં આપતા હોય છે. અનેકવાર તો ભાડુઆત જ પોતે રોકડમાં ભાડું ચૂકવવા માંગતો હોય છે. ક્યારેક એવું પણ જોવા મળે છે કે મકાન માલિક પણ ઘરનું ભાડું કેશમાં માંગે છે. આવામાં કેશમાં ઘરનું ભાડું ચૂકવવામાં કોઈ મુશ્કેલી તો નથી પરંતુ અનેકવાર તના કારણે તમને આવકવેરા વિભાગની નોટિસ આવી શકે છે. જેનો તમારે જવાબ આપવો પડે. 

ઓનલાઈન કે ચેકથી ચૂકવો ભાડું
જો તમે  ભાડે રહેતા હોવ તો તમારે ઘરનું ભાડું કા તો ઓનલાઈન ચૂકવવું જોઈએ અથવા તો ચેક દ્વારા. તેનાથી તમે ભાડા તરીકે ચૂકવેલી રકમનો પુરાવો તમારી પાસે રહેશે. જો તમે આમ ન કરીને કેશમાં ભાડું ચૂકવતા હોવ તો શક્ય છે કે તમારી કમાણી અને ખર્ચાના મેળ ન ખાતા આવકવેરાની નોટિસ તમને આવે. આ સ્થિતિમાં તમારે કેટલાક જરૂરી દસ્તાવેજો આવકવેરા  વિભાગને દેખાડવા પડશે. જેથી એ સાબિત થઈ શકે કે તમે ભાડું ચૂકવ્યું છે. તમને આ 4 દસ્તાવેજોની જરૂર પડી શકે છે. 

1. વેલિડ રેન્ટ એગ્રીમેન્ટ
જો તમે ભાડુઆત હોવ તો તમારી પાસે એક વેલિડ રેન્ટ એગ્રીમેન્ટ હોવો જરૂરી છે. એટલે કે તમારો તમારા મકાન માલિક સાથે એક વેલિડ રેન્ટ એગ્રીમેન્ટ હોવો જરૂરી છે. આ સાથે જ તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે રેન્ટ એગ્રીમેન્ટ આવકવેરાના નિયમો હેઠળ જ હોય. જેમ કે જો તમારું માસિક ભાડું 50 હજાર રૂપિયાથી વધુ હોય તો તેમાંથી ટીડીએસ કપાવવું જરૂરી છે. રેન્ટ એગ્રીમેન્ટમાં એ જણાવવું જોઈએ કે રેન્ટ પર ટીડીએસ કપાશે કે નહીં અને કપાશે તો કેવી રીતે કપાશે. આ ઉપરાંત રેન્ટ એગ્રીમેન્ટમાં મકાન માલિક અને ભાડુઆત બંનેની તમામ બેઝીક ડિટેલ હોવી જરૂરી છે. આ સાથ ેજ બંનેની પેન ડીટેલ પણ હોવી જોઈએ. 

2. રેન્ટ  રિસિપ્ટ
એચઆરએ ક્લેમ કરવા માટે તમારી પાસે એક વેલિડ રેન્ટ એગ્રીમેન્ટની સાથે સાથે રેન્ટ રિસિપ્ટ પણ હોવી જરૂરી છે. એટલે કે તમારે મકાન માલિકને રેન્ટ આપ્યું છે તેની રિસિપ્ટ પણ સંભાળીને રાખવી પડશે. રેન્ટ રિસિપ્ટથી એ સાબિત થાય છે કે તમે ખરેખર મકાન માલિકને ઘરનું ભાડું ચૂકવ્યું છે. એચઆરએ ક્લેમ કરતી વખતે તમારે રેન્ટ એગ્રીમેન્ટની સાથે સાથે રેન્ટ રિસિપ્ટ પણ જમા કરવી પડતી હોય છે. 

3 ઓનલાઈન રેન્ટ ચૂકવણી સ્ટેટમેન્ટ
આમ તો કોઈ પણ તમને ભાડુ ચૂકવવાની રીત અંગે પૂછતું નથી પરંતુ જો કોઈ મૂંઝવણના કારણે તમને આવકવેરાની નોટિસ આવે તો તમારે બેંક સ્ટેટમેન્ટની જરૂર પડે છે. જો તમે કેશમાં ચૂકવણી કરતા હોવ તો તમે આ પુરાવા નહીં આપી શકો. આવામાં તમામ સીએ અને ટેક્સ એક્સપર્ટ કહે છે કે રેન્ટ હંમેશા ઓનલાઈન રીતે ચૂકવવું જોઈએ જેમ કે યુપીઆઈ, નેટ બેંકિંગ, કે ક્રેડિટ કાર્ડ. તેનાથી તમારી પાસે રેન્ટ ચૂકવ્યું છે એ અંગેનો પાક્કો પુરાવો રહે છે. જેને કોઈ નકારી શકે નહીં. 

4. મકાન માલિકનું PAN અવશ્ય લો
મકાન માલિકના PAN ની જરૂર તમને આઈટીઆર ફાઈલ કરતી વખતે કે કંપનીમાં એચઆરએ ક્લેમ કરતી વખતે જરૂર પડે છે. તેનાથી આવકવેરા વિભાગને એ ખબર પડે છે કે તમે જે રેન્ટ ચૂકવ્યું છે તે અસલમાં કોને મળ્યું છે. જો તમે કેશમાં પણ રેન્ટ ચૂકવતા હોવ તો પણ તમારે મકાન માલિકનું PAN આપવું જરૂરી છે. નહીં તો તમને ટેક્સ બેનિફિટ ઓછા મળશે. અત્રે જણાવવાનું કે જો તમારું કુલ રેન્ટ 1 લાખથી વધુ હોય તો તમારે મકાન માલિકનું PAN આપવું જરૂરી છે. નહીં તો એક લાખથી વધુ રકમ પર એચઆરએ ક્લેમ કરી શકશો નહીં. ધ્યાન રાખજો કે આ પાન યોગ્ય હોવું જોઈએ. હાલના દિવસોમાં આવકવેરા વિભાગ જે લોકોને નોટિસ મોકલી રહ્યું છે તેમણે ખોટું PAN નાખ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news